________________
જિનશાસનરત્ન
૨૬૩ સમુદાયના પૂજ્ય આચાર્ય તુલસી ગણિજી મહારાજ, કવિ૨ શ્રી અમરચંદજી, મહારાજ, પ્રેમવિભૂતિ શ્રી પ્રેમચંદજી મહારાજ, માલવકેસરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ, શ્રી વિજય મુનિજી મહારાજ, શ્રી નેમિચંદ્રજી મહારાજ આદિ બધા સાથે તેમને આત્મીયતાપૂર્વકને ઘનીષ્ટ સંબધ હતું,
દિગંબર આચાર્ય શ્રી દેશભૂષણ મહારાજને મેળાપ સંવત ૨૦૨૦ માં આગ્રામાં થયે હતું, તે વખતે એક સાથે વ્યાખ્યાન થયું હતું. સં. ૨૦૨૪માં નાગર રાજસ્થાનમાં દિગંબરાચાર્ય શ્રી વિમલ સાગરજી મહારાજને મેળાપ થયે હતે. વ્યાખ્યાન પણ સાથે જ થયું હતું. વેતાંબર સમાજના પૂજ્ય આચાર્ય ભગવંતનાં નામ તે અનેક છે, તેઓ સાથે પૂજ્ય ગુરુદેવને આત્મીયતા હતી. બધા આચાર્યો, પદસ્થ સાથે તેમને આત્મીયતાને સંબંધ હતે. આવું પ્રખર વ્યક્તિત્વને કેઈક જ ભાગ્યશાળી શ્રી સંઘના ભાગ્યમાં હોય છે.
“ભૂલી જા અને માફ કરે”—એ તેમનું સૂત્ર હતું. દર્પણ પર માટી પડી ગઈ તે શું થયું? કપડું ફેરવવાથી દર્પણ સ્વચ્છ થઈ જાય છે. હૃદયનું પાત્ર સમતાજલથી ધોવાઈ જાય છે. આવા
વ્યક્તિત્વના સ્વામી તે ભૂલેકનું ગૌરવ કહેવાય. તેમને મન બધા જ આત્મીય હોય છે, પરાયા કેણુ? શત્રુ કેણ ? એ તેમના જેવા સમતારસલીન આત્માને કઈ હેતું જ નથી.
તેઓ પિતાના શિષ્ય સમુદાયની ભૂલ પ્રત્યે ખૂબ ઉદાર હતા. તેઓ પિતાને પથપ્રદર્શક તરીકે જ માનતા હતા. બધા પિતાના સ્વભાવને અનુકૂળ રહીને જ શિક્ષાબંધગ્રહણ કરે છે તેવું તેઓ માનતા હતા. સંસાર પ્રેમની નિઃસ્પૃહતા પરમહંસ સંન્યાસી જેવી હતી. તેમની વસ્તુસ્વભાવનું જ્ઞાન હોવાથી તેઓ કદી પણ ક્ષુબ્ધ થયા નથી. તેમને અટલ વિશ્વાસ હતું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org