________________
૨૪૪
જિનશાસનરત્ન
શુભ સંદેશ
કુલદીપ નગર ૧૨–૩–૭ શ્રી મહાવીર જૈન યુવક સંઘ (ઉત્તર ભારત) ભાગ્યશાળી મહાનુભાવે! મને સમાચાર મલ્યા કે આજ શ્રી મહાવીર જૈન યુવક સંઘના સભ્યોની વિચાર-વિમર્શ માટેની સભા થઈ રહી છે.
આપ ભાગ્યશાળીઓએ મૌન એકાદશીના દિવસે તા. ૨૫–૧૨–૭૪ ના રોજ હજારોની સંખ્યામાં જે ૫ સંકલ્પ કર્યા હતા. (પ્રતિજ્ઞા રૂપે) તેનું તમે બધા બરાબર પાલન કરશે એવી મને શ્રદ્ધા છે.
પ્રાણ જાય પણ પણ ન જાય એ વાતને જરૂર ખ્યાલ શખશે. તેમાં કિંચિતમાત્ર પણ ફરક ના આવે. અને વિશેષે કરી જુગાર, માંસ ભક્ષણ, ચેરી, શરાબ, વેશ્યાગમન, પરસ્ત્રી ગમન, શિકાર–આ સાતે કુવ્યસન ઘર નરકમાં લઈ જના છે. એટલે પ્રત્યેક સત્યે તેને ત્યાગ કરવું જોઈએ. તે આપ બધા ભાગ્યશાળીએ ભગવાન અને ગુરૂદેવનું સ્મરણ કરીને સંક૯પ કરશે કે આજથી એ સાત કુવ્યસનને ત્યાગ કરીએ છીએ. તેનું કદી સેવન કરીશું નહિ.
જૈન કુળમાં જન્મ લેનાર આ સાત વ્યસનેનું કદી સેવન કરે જ નહિ તે પણ આજકાલની દેશ કાળની અનુસાર બધાએ પ્રતિજ્ઞા કરવી જોઈએ. જેથી જૈન ધર્મ અને જૈન સમાજ તથા ભારત દેશ આદિનું કલ્યાણ થાય-અમારી તે એ ભાવના છે. તમે સ્વયં પ્રતિજ્ઞા કરે અને બીજાને પણ પ્રેરણું આપો. મારે આ શુભ સંદેશ છે. વિજયસમુદ્રસૂરિના ધર્મલાભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org