________________
જિનશાસનરત્ન
૨૪૩
ચમાર કે નથી બ્રાહ્મણ, નથી ક્ષત્રિય કે નથી વૈશ્ય, શરીરથી જે કુળમાં જન્મ લીધે એ કુળના આશ્રયી કહેવાય છે. એક નીચ કુળમાં જન્મેલે આત્મા મહાન કાર્યો કરવાથી મહાન બની જાય છે, અને પૂજ્ય પણ બની જાય છે. આચાર્યશ્રીએ માંસ-મદિરા અને પરસ્ત્રીના ત્યાગને ઉપદેશ આપે. આ ચમાર યુવાને ઘણી જ હોંશથી આ ત્રણેય પ્રતિતાઓ લીધી.
આ સમયે સાયકલે ઉપર આવતા અન્ય પાંચ ભાઈઓએ જીવનનાં મૂલ્યો અને કર્તવ્ય વિષેને સચોટ ઉપદેશ સાંભળી એ ત્રણેય વસ્તુઓને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. શ્રી શંકર ગામે પધારતાં અહીં જેનેના ચાર-પાંચ જ ઘર હોવા છતાં બેન્ડ વાજા લઈ સ્વાગત કરવા દૂર સુધી લેકે આવ્યા હતા. તેઓને ખબર નહિ કે દેશની કટોકટીને લક્ષ્યમાં લઈ બેન્ડ વાજ સાથે નહિ પધારવાની આચાર્યશ્રીની પ્રતિજ્ઞા હતી. છેવટે પૂ. ગણિવરના કહેવાથી સાદાઈથી પ્રવેશ કરાવવામાં આવ્યા. અહીં એક સપ્તાહની સ્થિરતા દરમ્યાન સવાર-સાંજ સર્વ ધર્મ સમન્વયી ગણિવર શ્રી જનકવિજયજીનાં પ્રવચને જિાતાં. જન જૈનેતરે સારા પ્રમાણમાં લાભ લેતા હતા. વસંતપંચમીના અહીથી નકદર પધારતાં સાદા અને જુલુસ સાથે જૈન જનેતર સંમિલિત પ્રવેશ થયો હતે. જૈન ભવનમાં સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે ભજને, પ્રવચન થતાં હતાં. આજે રાષ્ટ્રપિતા ગાંધીજીને સ્વર્ગવાસ દિન હતે. તેથી ગાંધીરેડ ઉપર એક જાહેર સભા યેજાઈ હતી. અહીંના આગેવાની વિનંતિથી ગણિવર શ્રી જનકવિજયજીએ પધારી રાષ્ટ્રપ્રેમ તથા મહાત્મા ગાંધીજીના જીવન અને ચીને કરેલા આક્રમણ વિષે આપણી ફરજે દર્શાવી સુંદર પ્રવચન કર્યું હતું..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org