________________
૨૪૦
જિનશાસનરત્ન
આઝાદીની આપણે રક્ષા કરી શકીએ. જે દેશ સુરક્ષિત હશે તે આપણે બધા જ સુરક્ષિત રહીશું. આ જ ભારતના સૌભાગ્યના રક્ષાને માટે ભારતીય નારીઓ માટે પરીક્ષાને સમય છે. હું એક જૈન સાધુ હેઈને અપીલ કરું છું કે આજે રક્ષા કેષમાં અધિકથી અધિક સેનાનું દાન આપે અને રાષ્ટ્રભક્તિને આદર્શ ઉપસ્થિત કરે.
આ સિવાય મારા દેશના પ્રત્યેક કુટુંબીજને પાસેથી એવી આશા રાખું છું કે ઓછામાં ઓછા બે સભ્ય પરિવારમાંથી હે મગાર્ડમાં મોકલી પિતાની તથા દેશની રક્ષાને માટે તૈયાર કરવામાં આવે. દેશની રક્ષાને માટે સાધુઓએ પણ પાછળ નહિ રહેવું જોઈએ. અમે જૈન સાધુઓ કાંચન કામિનીના ત્યાગી છીએ. અમારી પાસે ફૂટી કેડી પણ નથી હોતી તે પણ અમે અમારું રક્ત તે આપી શકીએ છીએ. ઉપદેશ દ્વારા લેકે ને જાગૃત કરી, સંગઠિત થઈ દેશની રક્ષા કરવા પ્રેરણું આપવાનું કાર્ય કરી શકીએ છીએ. મેં તથા મારા સમુદાયના સાધુઓએ એક મહિના પહેલા રક્તદાનની છેષણ કરીને ગામે ગામ જન જાગરણનું કામ શરૂ કર્યું છે.
હું આપણુ લાડીલા ગૃહમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની અપીલને સહર્ષ સ્વીકાર કરીને તેનું સ્વાગત કરું છું. અને વિશ્વાસ આપું છું કે આપશ્રીની ભાવનાઓને સાકરરૂપ આપવાને માટે અમારો જૈન સંઘ અને અમારા સંતે ભરચક પ્રયત્ન કરતા રહેશે.
છે કેાઈ નરરત્ન-માઈનો લાલ ! મુજફફર નગરથી આચાર્યશ્રી આદિ સાધુ સમુદાયે મહાસુદ બીજ તા. ૬ના રોજ વિહાર કર્યો. રેહાના થઈ મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org