________________
( ૪૭. સક્રાંતિને સન્માન
સમારંભ
ઉત્તર ભારત અને તેમાં ખાસ કરીને તે પંજાબી જેને સંક્રાતિ પર્વનું મહત્વ વિશેષ માનતા આવ્યા છે. આ પર્વની ઉજવણું વર્ષોથી પંજાબકેસરી આ. શ્રી વિજયવલ્લભસૂરીજી મ. ના સમુદાયમાં મુખ્ય આચાર્યશ્રીની નિશ્રામાં પરંપરારૂપે થતી આવી છે. આ વર્ષના જયેષ્ઠ મહિનાનું સંક્રાન્તિ પર્વ ઉજવવા પંજાબના ગુરુભકતો વિશાળ જનસંખ્યામાં મુરાદાબાદના તા. ૧૪-૫-૭૭ ને આવ્યા હતા. પણ જિનશાસનરત્ન શાંતમતિ તનિધિ આચાર્યશ્રીના ૧૦-૫-૭૭ ના થયેલા કાળધર્મથી બધાનાં મન ગમગીન હતાં, ગુરુદેવની યાદ સૌને સતાવી રહી હતી.
ગુરુદેવના પટ્ટધર પરમાર ક્ષત્રિય ઉધ્ધારક પૂ. આચાર્ય શ્રી વિજેન્દ્રન્નિસૂરીજી મ.ની નિશ્રામાં ૮-૩૦ વાગે સભાને પ્રારંભ થયો. આચાર્યશ્રીએ મંગલાચરણ સંભળાવ્યું.
શ્રી રઘુવીરજી (આગ્રા) શ્રી અશોક કુમારજી (આગ્રા) શ્રી સત્યપાલજી (મુંબઈ) વગેરેએ સ્વર્ગસ્થ પૂ. આચાર્ય ભગવતને કાવ્યાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કરૂણ દેશ્યથી દરેક શ્રોતાઓનાં નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org