________________
૪૯.
પ્રેરક પ્રવચનો
મારી ભાવના વંદનીય તથા માનનીય સુશીલ સાધુ-સાધ્વીવૃન્દ તથા ધર્માનુરાગી શ્રાવક શ્રાવિકાગણ!
મને ખૂબ હર્ષ થાય છે કે પરમપકારી ગુરુદેવના જન્મશતાબ્દી મહોત્સવ તથા ગુરુમંદિરનાં દર્શન નિમિત્તે આ મુંબઈ શહેરમાં આવવાથી આગમ પ્રભાકર, શ્રુતશીલવારિધિ, પૂણ્યમૂર્તિશ્રી પૂણ્યવિજયજી મહારાજ વગેરેની સાથે આપણા સંધાડાના પ્રાય: સમસી સંયમી શ્રમણ-શ્રમણ સમુદાયનાં દર્શન તેમજ એમને મળવાનું અને એમની સાથે વિચાર વિનિમય કરવાને મેટો લાભ મળ્યો. આથી હું ચિત્તમાં એક પ્રકારની પસન્નતા અને સંતોષને અનુભવ કરું છું.
દેવગુરુધર્મને પ્રતાપે જે શુભ કાર્યને માટે આપણે બધાં અહીં આવ્યા હતાં, તે પરમ પૂજ્ય ગુરુદેવ જન્મશતાબ્દીની સફળ ઉજવણીનું શુભ કાર્ય આનંદપૂર્વક પૂરું થયું. અને ગઈકાલે પરમ સૌમ્ય, સરળ, સુશીલ બાલબ્રહ્મચારિણી કુમારી જયાભારતીબહેન દીક્ષાને મંગલ સમારોહ પણ હર્ષોલ્લાસપૂર્વક સફળ થયે. આ બધાં કાર્યો સારી રીતે પૂરાં થતાં અમારા અને આપના વિહારને સમય પણ હવે નજીક આવી ગયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org