________________
જિનશાસનરત્ન
૨૨૫ છે. અને આચાર્ય શ્રી વિજયેન્દ્રદિનસૂરીજી તથા ગણિ શ્રી જનકવિજ્યજી વગેરેએ તે ગઈકાલે વિહાર પણ કરી દીધે છે. આપણા સમુદાયનાં સાધુ-સાધ્વીઓ, અન્ય સમુદાયનાં સાધુ સાધ્વીઓની જેમ જુદા જુદા પ્રદેશમાં વિચરતા રહેતા હોવાથી આપણે સહુનું આ રીતે વારંવાર મળવાનું બનતું નથી. તેથી આપ સહુની સમક્ષ મારી ભાવનાને ટૂંકમાં રજૂ કરવાની મારી ઊર્મિ હું રેકી શકતું નથી.
હું અવસ્થાથી વૃદ્ધ છું. શરીર પણ પિતાના ધર્મ મુજબ અસ્વસ્થ તથા અશક્ત બની રહ્યું છે, આમ છતાં આપ સહુની સભાવનાથી અને ગુરુદેવ પ્રત્યેની ભક્તિથી ઉત્સાહિત છું.
મારા મનમાં ત્રણ બાબતે અંગે વારંવાર વિચારે આવતા રહે છે. આ ત્રણ બાબતો છે. ૧. પંજાબ પહોંચવું ૨. આપણું સાધુજીવનની શુદ્ધિને માટે વિશે જાગૃત રહેવાની જરૂર અને ૩. આપણુ સાધ્વી સંઘના વિકાસ માટે વિશેષ પ્રયત્નશીલ થવાની અનિવાર્યતા.
પંજાબનું સ્મરણ જ્યારથી પંજાબ છેડયું ત્યારથી જ મન ગુરૂદેવના પ્રિયક્ષેત્ર પંજાબનું સ્મરણ દિનરાત કરતું રહે છે. બુદ્ધિ વારંવાર એ જ સલાહ આપે છે કે બને તેટલું જલદી વિહાર કરીને પંજાબની પવિત્ર અને પ્યારી ધરતીમાં પહોંચી જવાની જરૂર છે. વિહારની બાબતમાં મારે પ્રયત્ન હવે આ દિશામાં જ રહેશે, એવી હું ખાત્રી આપું છું.
સાધુજીવનની શુદ્ધિ શ્રમણ-શ્રમણ સંઘના આચારની ભૂમિકા જે રીતે નીચે જઈ રહી છે અને સાધુ-સાધ્વી જીવનમાં શિથિલતાને જે
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org