________________
જિનશાસનરત્ન
૨૨૯ વાળાઓને માટે છે. જે જૈન સમાજના પ્રમુખ માનવામાં આવે છે. 1. જૈન ધર્મ કહે છે કે અપરિગ્રહ કરે. અહિંસાનું પાલન કરે. દરેક સંત મહાત્મા પિતાના પ્રવચનમાં લગભગ એ જ ઉપદેશ આપે છે. દરેક સંત મહાત્મા કહે છે કે સત્યના માર્ગ પર ચાલે, ચેરી ન કરે, જૂઠું ન બોલે વગેરે વગેરે
પરંતુ તેને અમલ થાય છે ખરો? આ પ્રવચનેથી સ્મશાન વૈરાગની ભાવના માત્ર છેડે વખત રહે છે. પરંતુ પાછળથી એજ ગેરખધંધા ચાલુ થઈ જાય છે. ખેર! હું અહીં મહાત્માઓની જેમ માત્ર પ્રવચન આપવા નથી આવ્યો. માત્ર જૈન સમાજના કર્ણધારેને કહેવા ઈચ્છું છું કે હવે તેઓ ધર્મનું પાલન કેટલું કરે છે ને કેટલું નહિ એ તે પ્રત્યેકને વ્યક્તિગત પ્રશ્ન છે, જ્યાં સુધી સમાજને પ્રશ્ન છે ત્યાં હું ભારપૂર્વક કહેવા ઈચ્છું છું કે- આપસ આપસને ઝઘડા બંધ કરે. આ સ્થાનકવાસી છે, આ મંદિરમાર્ગે છે કે આ દિગંબર છે કે આ તેર પંથી છે તેવા ભેદભાવ રાખવાથી પ્રત્યેક વર્ષે અંદર અંદર વૈમનસ્ય કે મનદુઃખ વધતાં જાય છે.
મારું પ્રત્યેક જૈન સમાજના બંધુઓને નમ્ર નિવેદન છે કે આ વર્ષે ચાતુર્માસમાં ચાલુ ચીલાથી જરા દૂર રહીને આખા જૈન સમાજને એક છત્ર નીચે એકત્રિત કરવાના પ્રયાસ કરવા જોઈએ. તેમજ સામાજિક સેવાને માટે સેવાભાવી સેવકે અને સેવા માટે જરૂરી ધન બંનેની વ્યવસ્થા વિચારે. એવા સેવાભાવી સેવકેની સેના તૈયાર કથ્વી જોઈએ જે મધ્યમવર્ગના તથા નિરાધાર ભાઇબહેનની સેવાનું વ્રત લે. ગ્રામ જનતામાં જઈને હરિજને અને આદિવાસીઓની સેવા કરે.
જૈનધર્મની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ-શાખાઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org