________________
જિનશાસનરત્ન
૨૩૩ સ્પષ્ટ પ્રમાણ મને જ્યાં જ્યાં જાઉં છું ત્યાં બધા ધર્માવલબીઓ વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી સાધુ સાધ્વી તથા શ્રાવક શ્રાવિકાઓને સહગ મને બરાબર મળતા રહ્યો છે, આથી એ સ્પષ્ટ સમજાયું છે. હજી પણ એ દિશામાં વિશેષ પ્રયત્ન કરવાની અને એકતા સાધવાની ભારે જરૂર છે. હું દિગબર છું, શ્વેતામ્બર છું, મૂર્તિપૂજક છું, તેરાપંથી છું-એ બધાથી પહેલાં હું જૈન છું અને ભગવાન જિનેશ્વર દેવે જે ધર્મ બતાવ્યું છે તે મારો ધર્મ છે. એમ આપણે સૌએ માનવું જોઈએ. આપણે બધા મળીને ભગવાન મહાવીરના બતાવેલા માર્ગ પર ચાલીએ, આ કાર્યમાં બધા જૈને તત્પર બને, અને થોડા સમય પછી ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવને સમારંભ ઉજવવાને છે તે માટે બધી તૈયારીઓ થઈ રહી છે, તેમાં તનમન ધનથી આપ સૌ સહકાર આપે. જેથી સર્વત્ર વ્યાપી રહેલ હિંસાના નગ્ન તાંડવને કારણે જોખમાયેલી વિશ્વશાંતિની રક્ષા થઈ શકે તથા અહિંસામૂર્તિ જગત્ વત્સલ ભગવાન મહાવીરની અહિંસાને ગગનભેદી સંદેશ ઘર ઘર-ગામે ગામ-શહેરે શહેર-પ્રજાએ પ્રજાએ રાષ્ટ્ર રાષ્ટ્ર અને વિશ્વમાં પહોંચાડી શકાય.
સમાજની પરિસ્થિતિની વેદના - જેમ આપણે પંજાબ કેસરી સમાજકલ્યાણ સાધક ગુરુદેવ આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વર મહારાજને સમાજઉત્કર્ષનીજવલંત ભાવના હતી અને તે માટે વૃદ્ધ ઉંમરે પણ તેમણે પ્રતિજ્ઞા કરી હતી તેમજ આપણું ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને સમાજોત્કર્ષ માટે ઝંખના અને તમન્ના હતી.
નીચેનાં ત્રણ પ્રસંગે તેનાં દૃષ્ટાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org