________________
૨૨૬
જિનશાસનરત્ન આશ્રય મળી રહ્યો છે તે આપણું અહિંસા-સંયમ-તપ-પ્રધાન, ત્યાગ-બૈરાગ્યના અખંડ તેમજ ઉત્કટ પાલન ઉપર આધારિત ધર્મના ભવિષ્યને માટે કંઈક ચિંતા ઉપજાવે તેવે છે. હું તે શ્રી સંઘને નમ્રાતિ-નમ્ર સેવક છું એટલે આ બાબતમાં વધારે કહેવું મને ઉચિત નથી લાગતું. મારી તે એટલી જ પ્રાર્થના છે કે આપણું સંઘના નાયક પૂજ્ય આચાર્ય મહારાજ આદિ આ બાબતમાં વિચાર-વિમર્શ કરે અને આ દિશામાં શ્રી સંઘને સમુચિત માર્ગદર્શન કરાવે. અમારા સમુદાયનાં સાધુ-સાધ્વીઓને મારી ભારપૂર્વક ભલામણ છે કે તેઓ પોતાની સંયમયાત્રામાં વિશેષ જાગૃત રહે અને પિતાની જરૂરિયાતને એટલી મર્યાદામાં રાખે કે જેથી દેષ-પેષણને કેઈ અવકાશ રહેવા ન પામે. આ બાબતમાં આટલે ઈશારે જ બસ છે.
સાધ્વી સંઘને વિકાસ ' ત્રીજી વાત છે આપણું સાધ્વી સંઘના વિકાસની. ભગવાન મહાવીરે નારી સમુદાયની શક્તિને પિછાનીને એને મેક્ષને પૂરે અધિકાર આપવા સાથે પોતાના સંઘમાં આદરભર્યું સ્થાન આપ્યું હતું.
આજ તથ્યને ધ્યાનમાં લઈને આપણું યુગદશી પરમઉપકારી પૂજ્યપાદ ગુરુદેવે (આચાર્ય શ્રી વિજ્યવલ્લભ સૂરીશ્વરજી મહારાજે) પિતાના આજ્ઞાવતી સાધુ સમુદાયને શાસ્ત્રાધ્યયન, શાસ્ત્ર વાચન તેમજ ધર્મોપદેશની જે અનુજ્ઞા આપી હતી એનું સુપરિણામ સ્વ. પ્રવતિની સાધ્વીજી શ્રી દેવશ્રી, સ્વ. પ્રવતિની સાધ્વીજી શ્રી દાનશ્રીજી તેમજ એમની શિષ્યા રવ. પ્રવતિની સાધ્વીજી શ્રી માણેકશ્રીજી તથા સ્વ. તપસ્વિની સાધ્વીશ્રી શીલવતીશ્રીજી તથા સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી કુસુમશ્રીજી વિદ્યાશ્રીજી, વિનયશ્રીજી, પુણ્યશ્રીજી, પુપાશ્રીજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org