________________
જિનશાસનરત્ન
૨૧૭ દિહી, આગ્રા હેશિયારપુર, અંબાલા- જમ્ભ, અમૃતસર, સમાના, બડેત, મુજફરપુર, શ્રીનગ૨, મુંબઈ વડેદરા-ઝંડીપાલાગુરૂ, જલંધર, ચંડીગઢ આદિ અને સ્થળેથી બેન્ડવાજા સાથે બસમાં દસથી બાર હજારની સંખ્યામાં ગુરુદેવને અંતિમ શ્રધ્ધાંજલિ અર્પવા ગુરુભકતે ઉમટી આવ્યા હતા. પંજાબી ગુરુભકતોએ સફેદ ટોપી અને કાળી પટ્ટી લગાવી હતી. શિસ્તબદ્ધ સમશાન યાત્રામાં પિતાના શહેરના બેન્ડ સાથે ચાલી રહ્યા હતા. ચારે ફિરકાના જેન તથા જૈનેતરે હજારોની સંખ્યામાં પાલખીયાત્રામાં જોડાયા હતા. બધા ગુરુદેવનાં અંતિમ દર્શન કરતાં કરતાં અશ્રુ વહાવી રહ્યા હતા. અગ્નિ સંસ્કારની જગ્યા હજારે માનવીથી ઘેરાઈ ગઈ હતી. દિલહીના જીયા બેન્ડે શેકગ્રસ્ત ગીત રજુ કર્યું હતું.
ય જ્ય નંદા, જ્ય યે ભા” ના ગગનભેદી અવાજેથી આકાશ ગૂંજી ઊઠયું હતું.
ત્રણ માઈલ દુર અગ્નિસંસ્કાર સ્થળે જૈન ધ્વજ તથા શેકપ્રદશિત કાળે વિજ ફરકાવવામાં આવ્યું હતું. વેદિક ઊંચી રાખવામાં આવી હતી જેથી બધા સારી રીતે અંતિમ દર્શન કરી શકે. અગ્નિસંસ્કાર બાદ લગભગ દા વાગે શેકાતુર હદયે સૌ પાછા ઉપાશ્રયે આવ્યા. આચાર્યશ્રી ઈન્દ્રન્નિ સૂરીજીએ માંગલિક સંભળાવ્યું હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org