________________
જિનશાસનરત્ન
૨૧૯ પૂ.સ્વ. ગુરુદેવના સમાધિ મંદિર માટે ૧૫૩૦ ગજ જમીન આપનાર શ્રી સાધુરામજી અને તેમના ભાઈઓ શ્રી અમૃતલાલજી, શ્રી રેશનલાલજી, શ્રી ચંદ્રમેહનજી તેમજ ગુરૂદેવને અગ્નિસંસ્કારને મહાન લાભ લેનાર અને છેલ્લા ચાલીસ ચાલીસ વર્ષથી પ્રત્યેક મહિને અવિરત સંક્રાતિ પર્વ મનાવવા તથા ગુરુદેવનાં દર્શનને લાભ લેવા પૂજ્ય ગુરૂદેવ જ્યાં હોય ત્યાં દેડી જનાર હોંશિયારપુર નિવાસી શ્રી શાંતિસ્વરૂપજી મેહનલાલજી જૈનનું શ્રી સંઘ તરફથી અનુક્રમે બનારસી લાલજી જૈન તથા સંઘના મંત્રીશ્રી અભયકુમારજી જૈનના વરદહસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
બહુમાનના જવાબમાં શ્રી રોશનલાલજીએ જણાવ્યું કે અમારા એવા ભાગ્ય ક્યાંથી કે ગુરુદેવનું સમાધિમંદિર અમારી ભૂમિમાં થાય-આ તે શું પણ ગુરૂદેવને માટે સર્વ અર્પણ કરીએ તો પણ ઓછું છે. અહીં ગુરુદેવને સ્વર્ગવાસ થયે તેથી અમારું શહેર મુરાદાબાદ તીર્થ બની ગયું છે. આ અમારાં અહોભાગ્ય છે. શ્રી શાંતિસ્વરૂપજીએ પણ સન્માનને જવાબ આપતાં ગુરુભક્તિ કેવી અનુપમ હોય છે તેની પ્રતીતિ કરાવી હતી. તેમણે કહ્યું- મને તે આટલાં વર્ષે ગુરુદેવનાં દર્શનવંદનને જે લાભ મળે છે તે અપૂર્વ છે. મારી આપશ્રી સંઘને આગ્રહભરી પ્રાર્થના છે કે પૂજ્ય ગુરુદેવનું સમાધિમંદિર વહેલામાં વહેલી તકે શરૂ થાય અને તેમાં મારે પિતાને સક્રિય સાથ હશે જ.
દિલ્હીનિવાસી શ્રી વિનોદભાઈ દલાલે જણાવ્યું કે શ્રી વિજયસમુદ્રસુરીજી મેમેરિયલ ટ્રસ્ટ બનાવેલ છે, તેની વિગતે આપી હતી. મુરાદાબાદ નિવાસી શ્રી દશનલાલજી તથા લુધિયાણ નિવાસી શ્રી પાર્ષદાસજીએ પૂજ્ય ગુરુદેવનાં સંસ્મરણ રજૂ કર્યા હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org