________________
૧૯૮
જિનશાસનરત્ન
વિજય વલભસૂરિજીએ આ વાતને ઉપાડી લઈ મહત્વ આપી અનેક શાસન પ્રભાવનાના કાર્યો કર્યા. શાંતમૂતિ આચાર્યશ્રી આ બાગને નવપલ્લવિત રાખવા “માળી જેવું કાર્ય કરી જૈન સમાજની રક્ષા કરી રહેલ છે. આચાર્યશ્રી, સરળ સ્વભાવી, દિવ્યદ્રષ્ટા, સાંપ્રદાયિકતાથી દૂર–બધા મારા છે, હું બધાનો છું એવું ઉદાર દિલ ધરાવે છે. ગુરૂદેવની નિકટમાં આવવાનું અને તેઓને અથાગ-શાંતિ પ્રાપ્ત થાય છે. આ વયેવૃદ્ધ અવસ્થામાં પણ હંમેશા બે કલાક મૌન અને ચારેક કલાક સ્વાધ્યાયમાં પસાર કરે છે. આચાર્યશ્રી સમાજ માટે આશાનું, વિકાસ અને શ્રદ્ધાનું કિરણ છે. અમે પંજાબ નિવાસીઓ-જન્મજાત ગરમ સ્વભાવના છીએ જેથી જુસ્સામાં અકળાઈએ એટલા માટે અમને પ્રેમથી અંકુશમાં રાખવા ગુરૂદેવ વિજય વલ્લભસૂરિજી મહારાજે શાંતમૂતિ આચાર્યશ્રી ને અમારી રક્ષા-સંભાળ રાખવા મોકલ્યા હશે ! એવી પ્રતિતી-કપના કરીએ તે ખોટું નથી. આમ, જુદા-જુદા દ્રષ્ટિકોણથી લખાયેલ અભિવાદન પત્ર પૂજય ગુરૂદેવને આપવામાં આવ્યા બાદ શ્રી હસ્તિનાપુર તીર્થના મંત્રીશ્રી નિર્મળકુમારજીએ અખાત્રીજના દિવસોમાં હસ્તિનાપુર પધારવા વિનંતી કરી હતી અને મેરઠથી દિલ્હી સુધીના વિહારમાં પદયાત્રામાં જોડાનાર ભાઈઓ વતી ભાવના જાહેર કરી હતી.
આ પ્રસંગે સ્થાનક્વાસી શ્રી શાંતિમુનિજીએ પિતાના પ્રવચનમાં સમાજ-રાષ્ટ્રના ઉત્કર્ષના કાર્યો માટે જૈન સાધુઓએ વાહન-વ્યવહારના ઉપયોગને મહત્વ આપતી વાત કરી. એજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org