________________
૨૦૬
જિનશાસનરત્ન
સમાજ રચના માટે પ્રયત્ન કરેલા તે ડેરાવસી, બરવાલા, રાયપુરરાની થઈ ગઢી કેટહામાં તા. ૨૦મી ના રોજ પધાર્યા.
શ્રી રણજિતસિંહ ભર્ત કરીને અોના એક ભાઈએ પૂ. ગણિજીના ઉપદેશથી બીડી, શરાબ, માંસને ત્યાગ કરી પિતાનું સમગ્ર-જીવન અહિંસક સમાજ રચના માટે પૂ. ગણિજીને સમર્પિત કરેલ છે, અને તેમની સાથે જ વિહારમાં રહી નાના-નાના ગામમાં જઈ નવી ચેતના પ્રગટાવી છે. નારાયણગઢ પધારતા જનતાએ બેડ-વાજા સહિત પ્રવેશ કરાવ્યું રાત્રે પણ વ્યાખ્યાન રાખવામાં આવતા માંસ, શરાબ, વિગેરે
વ્યસને ત્યાગ કરવા સમજાવ્યા હતા. શહજાદાપુર ગણિવર્યજીનું ચાતુર્માસિક ક્ષેત્ર હોવાને લઈ અત્રેની જનતામાં ભકિત-ભાવના વિશેષ જોવા મળી. શહજાદાપુરના સરપંચશ્રી અમરનાથજીએ પિતાના સ્વાગત પ્રવચનમાં કહેલ કે, અમારા જિલ્લાના ગ્રામ-પ્રદેશમાં પૂજય ગણિજી જનકવિજયજી મહારા જશ્રીએ વિહાર કરી અનેક તકલીફ ઉઠાવીને અમારા ઉપર ઉપકાર કરેલ છે. અત્રે તેઓએ કુવ્યસનેના પરિણામ બતાવી બીડી, શરાબ, માંસને ત્યાગ સ્વેચ્છાએ કરાવેલ છે. અહિં જે પ્રજામાં ચેતના દેખાય છે, તે ગણિજીની કૃપાનું પરિણામ છે અને આજે તેઓશ્રીના જ ગુરુદેવને જોઈ મન પ્રસન્નતા અનુભવે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org