________________
૨૧૨
જિનશાસનરને
શોભાયાત્રા નીકળી. તેમાં મીલીટરી બેન્ડ, બે હાથી વગેરે આકર્ષક બન્યાં હતાં. દિગંબર ભાઈઓએ આ શોભાયાત્રામાં કેટલીએ જગ્યાએ શરબત આદિ જલપાનની સુંદર વ્યવસ્થા કરી હતી.
તા. ૧-૫-૭૭ના સવારે “૩% પુણ્યાહં પુણ્યાતું, પ્રિયંતાં પ્રિયંતાના સુંદર નાદા અને મધુર અવનિ સાથે ભગવાન સુમતિનાથ આદિ જિનબિંબની આ. શ્રી વિજ્યસમુદ્રસૂરીજી મહારાજના વરદહસ્તે વાસક્ષેપ કરવાપૂર્વક પ્રતિષ્ઠા થઈ. શ્રી. સુમતિનાથ પ્રભુને ગાદીનશાન કરવાને લાભ લાલા સાધુરામ એન્ડ બ્રધર્સ–સુરાદાબાદ નિવાસીએ બેલીપૂર્વક લીધે. બપોરના વિજયમુહૂતે ઘણું હર્ષોલ્લાસપૂર્વક શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. મુરાદાબાદના શ્રી સંઘના આબાલવૃદ્ધના આનંદને પાર નહોતે, આનંદની લહેર લહેરાણી હતી.
આ દિવસે રાત્રે એક સભા દિલ્હીનિવાસી લાલા ઐરાતીલાલની અધ્યક્ષતામાં જવામાં આવી હતી. સ્વાગતાધ્યક્ષ શ્રી વિનોદભાઈ દલાલ (દિલહી) શ્રી વીરચંદજી (દિલ્હી) શ્રી ભૂરાભાઈ વિધિકારક વગેરેનું પુષ્પહારથી બહુમાન કરવામાં આવ્યું હતું. - તા. ૨ મેની સવારે દ્વાદુઘાટનવિધિ લાલા ચેનલાલ સુશીલકુમાર લુધિયાના નિવાસીએ બેલીને આદેશ લઈ વાજતે ગાજતે કર્યું. આ પ્રતિષ્ઠા મહત્સવમાં દિગબરભાઈઓએ પણ ખૂબ જ આનંદપૂર્વક સહકાર આપ્યા.
હજી તે મુરાદાબાદની પ્રતિષ્ઠાની ઉજવણીની વાતે ચાલે છે, ઘેર ઘેર અને દુકાને દુકાને બધા પ્રતિષ્ઠા સમારોહ અને પૂજ્ય શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીજીની સમતાપ્રતિભા-સેવાભાવના રાષ્ટ્રપ્રેમ અને સાધર્મિક ભાઈઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org