________________
૨૦૪
પ્રેરક સંસ્મરણુ
પુના ચાતુર્માંસને આ પ્રસ`ગ છે. મળમુનિએ અને બીજા સાધુઓને જિનશાસનરત્ન વાંચના આપી રહ્યા હતા. તે સમયે પાઘડી આંધેલા એક પડિતજી આવીને બેઠયા. વાંચના આપી રહ્યા. ખાદ આવેલા પડિતજી તરફ જોઇને આચાર્ય શ્રીએ પૂછ્યું. કહે, ભાગ્યશાળી, આપ કેમ પધાર્યા છે? પડિતજીએ ઉડીને પ્રણામ કરીને કહ્યું : હું પડિત છુ' અને સામુદ્રિક શાસ્ત્રને વેતા (જાણકાર) છે. આપશ્રી બેન્ડ-વાજા સાથે મારા આગળથી પસાર થઇ રહ્યા હતા ત્યારથી આપના દર્શન કરવાની ભાવના હતી. મહારાજજી ! હું આપને એક વાત કહેવા ઇચ્છુ છું કે, મેં આજ સુધી ધણા પંડિત, સાધુ-સંતો, મહાપુરૂષ, જાણીતા રાજનેતાઓ અને સામાન્યજનના સામુદ્રિક શાસ્ત્રના આધાર પર અભ્યાસ કરેલ છે પરંતુ આપશ્રીનું લલાટ, મુખ, ઋજુ નાસિકા, હાથ અને મસ્તકમાં મેં જે વિશિષ્ટ લક્ષણા જોવા મળ્યા, તે લક્ષણા આજ સુધી બીજા કોઈમાં પણ મે જોયા નથી. મેં આજ સુધી માત્ર આ લક્ષણાના ફળ અંગે જ વાંચેલ હતું, પરંતુ આ લક્ષણા એકજ વ્યક્તિમાં મે' આપના સિવાય મેં આજ સુધી જોયા નથી. આ લક્ષણા માટે સામુદ્રિક શાસ્રના વતાઓએ કહેલ છે કે આવા લક્ષણાવાળા પુરૂષ ચિથરે વિટેલ ચિંતામણી રત્ન સમાન પરમાત્મા સ્વરૂપ હાય છે. આવા પરમાત્મા સ્વરૂપ આપશ્રીના દર્શન અને આશીષ મેળવવા માટે આવીને બેઠો છું.
જિનશાસનરત્ન
આચાય શ્રીને ધમ લાભ' કહીને આશીવાદ આપ્યા તે પછી પડિતજી ઉઠતી વખતે ખેલતા ગયા. આજકા દિન મેરે જીવન કા અવિસ્મરણીય દિન રહેગા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org