________________
૨૦૦૨
જિનશાસનરત્ન
પૂજય ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજ સાહેબે પિતાના પ્રેરક પ્રવચનમાં શાકાહાર પ્રચાર, નારી જાગૃતિ, જૈન બંધુઓની સ્થિતિ સુધારવાના ઉપાયે, યુવા સમાજમાં ધમ સંસ્કારો ટકી રહે તે માટે જ્ઞાન શિબિર યોજવા તથા બીજા કા “મહાસભા દ્વારા કરવા માટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
પ્રથમ બેઠકનો પ્રારંભ પૂજય જિનશાસન રત્નના મંગલાચરણથી થયેલ અને પૂ. આ. શ્રી વિજય ઈદ્રદિન્નસૂરિજીએ પ્રતિનિધિઓનું ધ્યાન દેરતાં જણાવેલ કે, ચંડીગઢ શહેરમાં મહાસભાનું, ૨૩મું અધિવેશન મળેલ છે ત્યારે પંજાબમાં એકતા સ્થપાય અને તે વધુ મજબૂત બની રહે તેવા પ્રયત્ન કરજો.
મુનિશ્રી ધુંરધર વિજયજી તથા મુનિશ્રી નિત્યાનંદ વિજયજી મહારાજે ગુરૂદેવના અધૂરા કાર્યો પંજાબમાં થાય અને તે માટે મહાસભા દ્વારા દરેક ગુરુભકત કાર્યશીલ બની રહે તેવી પ્રેરણા આપી હતી.
પ્રા. રામકુમાર દુગડની પ્રસંશનીય સેવા બદલ પાંચ હજારની રકમ આપી આ અધિવેશનમાં બહુમાન કરી કાર્યનિષ્ઠ કાર્યકરોની કદર કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org