________________
ભવ્ય પ્રતિષ્ઠા
મહોત્સવ
ધરતીપરના સ્વર્ગ ગણાતા કાશ્મીર રાજ્યની રળિયામણું જમ્મુની ધરતી પર નવનિર્માણ પામેલ એક માન્ન જિનાલયનાં સોનેરી શિખર પર ૨૩ મી મે ૧૯૭૫ ના રોજ પહેલી જ વાર જેન વિજ લહેરાતાં દિવંગત પંજાબ કેસરી યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજનું એક અધૂરું સેવન સફળતાથી યશસ્વી રીતે સાકાર બન્યું. જિન શાશનરત્ન શાંતમૂર્તિ ગુરૂદેવના પરમપ્રિય પટ્ટધર આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજ દિલ્હીથી વિહાર કરી અંબાલા લુધિયાણ વગેરેમાં પાવન પગલાં કરતાં જમ્મુ નગર આવી પહોંચ્યા. શ્રી સંઘના આબાલવૃદ્ધના આનંદની સીમા નહોતી.
- તા. ૨૦-૫-૭૫ ના ૨૦૩૧ વૈશાખ સુદ ૧૦ ના રોજ સર્વધર્મ સમન્વયી ગણિશ્રી જનક વિજયજી તથા મુનિશ્રી જયશેખરવિજયજી સવારના ૮-૩૦ વાગે જમ્મુ આવી પહોંચ્યા. આચાર્યશ્રી પાસે વંદન કરવા આવ્યા ત્યારે આચાર્યશ્રીના ચક્ષુ હર્ષાવેશમાં આંસુથી ઉભરાઈ ગયાં. આ હદયંગમ મિલન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org