________________
૧૭
જિનશાસનરત્ન અરછર કુમારની વિનંતિથી પૂજ્ય આચાર્ય શ્રી તેમને ઘેર પધાર્યા હતા આ પ્રસંગની ખુશીમાં તેમણે રૂ. ૬૫૦૦ ) જુદી જુદી સંસ્થાઓને ભેટ કર્યા હતા. તથા આવેલા બંધુઓનું સંઘપૂજન કર્યું હતું. આચાર્યશ્રીએ તેમના સકલ પરિવારને આશીર્વાદ આવ્યા હતા. ત્યારબાદ સનાતન ધર્મ સ્કૂલમાં સુંદર કાર્યક્રમ યોજાયા હતા. તેમાં અનેક બંધુઓએ ભાષણે તથા સંગીત દ્વારા પૂજ્ય આચાર્યશ્રીનાં ચરણોમાં શ્રધ્ધાનાં પુષ્પ અર્પણ કર્યા હતાં, સામવીશ્રી નિર્મળાશ્રીજીએ ઉપધાન તપની મહત્તા ઉપર પ્રકાશ પાથર્યો અને મુનિશ્રી જયાનંદ વિજયજીનું પ્રવચન પણ થયું અંબાલા નિવાસી શ્રી વિજ્યકુમાર આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજની વિદ્વત્તા, જવલંત બુધિપ્રભા તથા સંસ્કૃત ભાષાની અપૂર્વ પ્રવિણતાનાં પ્રમાણે રજૂ કર્યા હતાં. મહાસભાના મહામંત્રી શ્રી લાલા બળદેવરાજજીએ પોતાના મનનીય વિચારો રજૂ કર્યા હતા, જૈન સભાના પ્રધાન લાલા રેહાનલાલજી એ મુશદાબાદમાં બની રહેલ મંદિર તથા ઉપાશ્રયને ઉપગિતા તથા મહત્તા પર વિવેચન કર્યું હતું. જૈન સભાના મહામંત્રી શ્રી શાન્તિલાલ નાહરે હોશિયાર પુર ચાતુર્માસમાં પૂજ્ય ગુરુદેવની પ્રેરણા અને મંગળ આશીર્વાદથી થયેલ અનેક ધર્મ પ્રભાવનાએને ઉપલબ્ધિઓ માટે હર્ષ પ્રકટ કર્યો હતો. આચાર્યશ્રીના પુણ્ય પ્રતાપની ભૂરી ભૂરી પ્રશંસા કરી હતી. આ સિવાય એવા પ્રેમી બંધુઓ સંસ્થાઓ; મુનિમંડળ તથા સાધ્વી ગણ વગેરેએ વિશેષ યોગદાન આપેલ તે માટે ધન્યવાદ આપ્યા હતા.
માલાપણની બેલીઓ પણ ઉત્સાહપૂર્વક થઈ હતી. લાલા નાષભદાસજી જેમણે ઉપધાન તપનું આયોજન કર્યું હતું
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org