________________
૧૮૪
જિનશાસનરત્ન વિદ્યાજલ થી જનજન ને પ્લાવિત કરે, કેઈ બેકાર, રેજી રોટી વિના ન રહે.
ધારણું માતાના લાલ જે લાખે ધારણી માતાઓના સુપુત્રો-પુત્રીઓના તારણહાર બની ગયા આજ સમુદ્રના રૂપમાં હજારો માઈલોની યાત્રા કરીને પ્યારા દાદાગુરુ “આત્મ” અને પ્રાણપ્યારા ગુરુ “વલ્લભ” નાં નામ રોશન કરી રહ્યા છે.
ગુરુ સમુદ્ર સાગર સમાન ગભીર અને મર્યાદાશાલી છે. ત્યારે કાર્ય અને કર્તવ્યનાં ક્ષેત્રમાં દઢ પણ એટલા જ. પિતાની ધૂનના પક્કા, હંમેશા ઠંડા સ્વભાવે ખૂબજ વિચાર પછીજ કાર્ય ઉપાડે છે. એમણે જે કાર્ય ઉપાડયું તે સમાજને સુખશાન્તિ અને ગૌરવ આપનાર છે. હંમેશા કેમલ અને મૃદુ હોવા છતાં દઢતાના આગ્રહી છે જેમાં સમુદ્રના શીતલજલને જોઈ ને કોઈ એમ ન જાણી શકે કે આ સમુદ્રની અંદર પ્રચંડ શકિત અને અસંખ્ય મણિ-માણેક કે રત્ન હશે. તેમજ આપણા સમુદ્ર એક મહાન ગુણેના ભંડારી છે. તે તેમના વિશેષ પરિચય પછી જ જાણું શકાય છે.
મૌનની મહત્તા એમના માનસમાં દ્રષ્ટિગોચર થાય છે. જીવન સ્વચ્છ અને સાદુ. વિવાદને કદિ આગ્રહ નહિ, પ્રત્યેક કાર્યમાં વિવેક હદય ખૂબ વિશાલ, ગુરુવરે પ્રત્યે અસીમ શ્રદ્ધા ભક્તિ, સદાચારની પ્રતિષ્ઠા, સદેવ ઉદીયમાન, વિદ્વાને પ્રત્યે ખૂબ ઉદારમન, કર્મયેગી, જ્ઞાનયેગી, સમદર્શી, વાત્સલ્યમૂનિ, શાસનસેવામાં સેવાવૃત્તિ, સંયમની નિરતિચારિતા, તનિધિ, અહનિશ ભદ્ર સૌમ્ય અને સરલ, વિદ્યાપ્રચાર, સમાજ સંગઠન અને સમાજોત્કર્ષના પ્રસારક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org