________________
જિનશાસનરત્ન
૧૯૩
સામાનાના નગરવાસીઓએ સામૈયા-જલુસમાં ઉલ્લાસથી ભાગ લીધો. મંડીમાં પૂજ્ય ગુરૂદેવ સાથે ચતુવિધ સંઘ પધારેલ અને શણગારેલ વિશાળ મંડપમાં પૂજ્ય ગુરૂદેવનું નાગરિકો તરફથી અભિવાદન કરવામાં આવેલ. આ સમારોહ ના પ્રમુખસ્થાને શ્રી માલેરકોટલા જૈન સંઘના અધ્યક્ષશ્રી મુન્નાલાલજી હતા. શશી અને બિંદી નામની બે બાલિકાઓએ હે વિજૂથ સમુદ્રસૂરીશ્વરજી યુગ-યુગમેં તુમ્હારી શાન બટે આ પંકિતઓ દ્વારા સ્વાગત-ગીત સંભળાવ્યું.
મંત્રીશ્રી શાંતિકુમારે પોતાના સ્વાગતીય પ્રવચનમાં પૂજય ગુરૂદેવના વિશુદ્ધ સંયમ વૃત્તિ, તપ, કરૂણા, એકતા, મૈત્રી, વિધ્યતા તથા સંઘ નેતૃત્વ આદિ ગુણનું વર્ણન કર્યું હતું.
પ્રધાનશ્રી મહેન્દ્રકુમાર મસ્તે સામાના શ્રી સંઘ તરફથી અભિનંદન પત્ર વાંચેલ અને પૂજય ગુરૂદેવને અર્પેલ હતું. તેરાપંથી જૈન સભાના મંત્રીશ્રી રમેશભાઈએ પણ તેને સમાજ વતી અભિનંદન પત્ર આપી સ્વાગત કર્યું હતું.
જિનશાસન રત્ન આચાર્યશ્રીએ પિતાના માંગલિક પ્રવચન નમાં જણાવ્યું હતું કે, પ્રાણી-પ્રાણી વચ્ચે મૈત્રી-ભાવ વધે તથા માનવી શરાબ અને માંસ જેવી તિરસ્કારયુકત ચીજોને ત્યાગ કરે એવી ભાવના અત્રેના નગરજનો પાસે વ્યકત કરું છું. સામાના તથા મંડીના નગરવાસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org