________________
જિનશાસનરત્ન
ભગવાનને મૂળ નાયક રૂપમાં વેઢી પર બિરાજમાન કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું, સ્થાનકવાસી સમાજના પ્રમુખ લાલા પન્નાલાલજીએ જિનાલય પર ધ્વજ ચઢાવવાના લાભ લીધેા બધા એ જય જય નાદથી વાતાવરણ ગજાવી મૂકયું. ભગવાનની પૂજા આન દથી ભણાવવામાં આવી ચૌધરી સરદારીલાલજીએ આરતી ઉતારી લાલ દોલતરામજી સૂદે મગળદીપ દ્વારા આત્મ કલ્યાણ કર્યું' લાલા કરૂણામલજી તથા તેમના સુપુત્ર પવનકુમાર શાંતિ અભિષેક કર્યાં. શ્રી શાંતિલાલ નાહર તથા ચૌધરી સરદારી લાલ તરફથી પ્રભાવના કરવામાં આવી. લાલા પન્નાલાલ રામચંદ્રજીએ અતિથિ ખ ધુએને ભક્તિભાવથી ભોજન કરાવ્યુ તથા મુનિમ`ડળના ભક્તિ કરી અહી' લાલ જશવ'તરાય જ્ઞાનચ ંદજીનુ મૂર્તિ પૂજકનુ' એક જ ઘર છે, પણ સ્થાનકવાસી બધા ભાઇએ તથા અન્ય નગરવાસીઓએ જે સન્માન કર્યું. તે ધન્યવાદને પાત્ર છે.
૧૮૮
નવા શહેરમાં ભવ્ય સ્વાગત
દાદી કેડી, જેજો આદિ વસતિમાં શાભા વધારતા વધારતા પૂ. આચાય શ્રી વિજય સમુદ્રસૂરીજી મુનિમડળ સહિત નવાં શહેર પધાર્યાં અહીં તેઓશ્રીનુ અદ્વીતીય સ્વાગત થયુ જેજો થી આવેલ કેવળ એક જ મૂર્તિ પૂજક પરિવાર સિવાય અહી બધા ભાઈ એ સ્થાનકવાસી સંપ્રદાયના છે. બધા ભાઇએ પેાતાના વહીવટ બંધ કરીને શોભાયાત્રામાં સામેલ થયા હતા, બજારોમાં હજારો લોકોએ ગુરુદન-વંદનના લાભ લીધો હતેા. જય જય નાદ કરતાં કરતાં અને ભક્તિ ગીત ગાતાં ગાતાં બધા જૈન ભવનમાં પધાર્યાં જૈન સ`ઘ તરફથી આચાર્ય શ્રીનુ' અભિનદન કરવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org