________________
૧૭૮
જિનશાસનરત્ન
તેમનું હાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે અષિકેશવાળા શ્રી ઓમપ્રકાશભાઈએ ૧૧૫૧ મણની બેલી બેલીને ઉપધાન કરાવનાર લાલા રતનચંદ રિખવદાસને તથા તેમના ભાઈ અને ધર્મ પત્નીને માળા પહેરાવી હતી. *
- શ્રી શ્યામલ ગંગાનગરવાળાએ ૫૫૧ મણે પહેલી, દિલ્હી વાળા નથુરામ રામભાઈ એ ૫૦૧ મણે ત્રીજી, હેશિયારપુર નિવાસી જૈન કલેથ હાઉંસવાળા લાલા તારાચંદ શાંતિ સ્વરૂપે ૩૦૧ મણે શ્રી તિલકચંદ નારાવાલી નિવાસીએ ૨૫૧ મણે અને બીજી બોલીએ પણ ઘણી સુંદર થઈ હતી.
શ્રી રતનચંદ રિખવદાસે ૫૫૧ મણ બેલી બેલી તપસ્વી ભાઈઓને માળા પહેરાવી હતી.
ઉપધાનતપ કરનાર કમાવાળા શ્રી નરેશત્તમભાઈને તાર મળે કે તેમની પુત્રી દેવલોક પામી છે. છતાં તેમનું મન ખૂબ જ દઢ રહ્યું હતું અને જે બન્યું તે ખરું તેમ માની ઉપધાન તપ પૂર્ણ કરી ને જ જંપ્યા.
બીજે દિવસે ઉપધાન કરનાર તપસ્વીઓ તરફથી પંચ કલ્યાણની પૂજા ઠાઠમાઠથી ભણાવવામાં આવી લાલા 2ષભદાસજીએ આ પ્રસંગે ચાંદીના સિક્કા બધા તપસ્વીઓને ભેટ આપ્યા બીજી પણ પ્રભાવનાઓ થઈ હતી. સંક્રાતિ મહોત્સવના ઉપલક્ષ્યમાં લાલા શાંતિસ્વરૂપજીએ સંક્રાન્તિ ગીત ગાયું. પૂજ્ય આચાર્યશ્રીએ માગસર માસની સંક્રાન્તિ નું શુભનામ સંભળાવી બધાને વાસક્ષેપ કરી આશિર્વાદ આપ્યાં. ઉત્સવ પછી બેન્ડવાજા સાથે તપસ્વીઓનું શાનદાર જલુસ નીકળ્યું, જેનાથી જિનશાસનની સુંદર પ્રભાવના થઈ લાલા રોશનલાલ, બલવીરકુમાર તરફથી બધા અતિથિ બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org