________________
૧૪૬
જિનશાસનન દીપવિજયજી મહારાજે ૪૨ ઉપવાસની તપશ્ચય કરીને શ્રી સંઘમાં તપશ્ચર્યા પ્રત્યે અનુરાગ પિદા કર્યો હતે. મુનિશ્રીના તપસ્વી જીવનથી પ્રેરણા પામીને આ વર્ષે લુધિયાનામાં ૧૨ વર્ષનાં બાળકથી માંડીને વૃદ્ધાવસ્થાના આરાધકે સુધી તપ શ્ચર્યાની ભાવના જાગી હતી. આ વર્ષે દુઃખ દારિદ્ર નિવારણ તપ, ચંદનબાલાના અઠ્ઠમ તપ, અષ્ટા મહાસસિદ્ધિ તપ, ક્ષીરસમુદ્ર તપ, અક્ષયનિધિ તપ આદિ અનેક વ્રત-તપ થયાં હતાં. એટલું જ નહિ પણ ૧૫-૧૪-૧૩૧૧ ઉપવાસે ઘણા થયા અને ૨૫૦ જેટલી અઠ્ઠાઈઓ થઈ ૬-૫-ક ઉપવાસની સંખ્યા પણ અગણિત હતી. આયંબિલ અને એકાંશણાં પણ ઘણાં થયાં સંઘમાં કઈ પરિવાર એ ન હતું કે જેના ઘેર કેઈને કોઈ તપ ન થયો હોય. ત્રણ વર્ષની તપશ્ચર્યાને આંકડે વટાવી જાય, તેવી સંખ્યાબંધ અજોડ તપશ્ચર્યાને વિકમ કરવાનું સૌભાગ્ય લુધિયાનાને પ્રાપ્ત થયું તેથી તે તપોભૂમિ નામ સાર્થક બન્યું.
પર્યુષણ પર્વ દરમ્યાન સંવત્સરીના દિવસે બાલમુનિ નિત્યા નંદ વિજય એ અડ્રમની તપશ્ચર્યા હોવા છતાં બારસા સૂત્રનું વાંચન એકધારું કરીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. પૂજય ગુરૂદેવે આ બાલમુનિને ધન્યવાદ સાથે આશીર્વાદ આપ્યા. - પન્યાસ શ્રી જયવિજયજી મહારાજના શિષ્ય રત્ન શ્રી નયચંદ્ર વિજયજી મહારાજના પ૧ ઉપવાસના પારણાના દિવસે વાજતે ગાજતે શ્રી લાલચંદ પ્રેમચંદજીએ પિતાને ઘેર તપસ્વીનાં પગલાં કરાવ્યાં તેમજ રામનગરવાળા શ્રી શાદીલાલ સુભાષચંદ્રજીએ તપસ્વીશ્રી દીપવિજયજી મહારાજનાં પગલાં કરાવ્યાં તેમજ પૂજય આચાર્ય શ્રી તથા શ્રીસંઘે પધારીને શાસનની પ્રભાવના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org