________________
કી ૩૬. હેશિયારપુરમાં
ભવ્ય પ્રવેશ મહોત્સવ
જિન શાસન રાન શાંત મૂતિ આચાર્ય શ્રી વિષે સમુદ્ર સૂરીજી મહારાજ આદિ લુધિયાનાથી હેશિયારપુર સુધીના નાના મોટાં ગામમાં શાસન પ્રભાવના કરતાં કરતાં તા. ૩૦-૬-૭૬ ના રોજ હોશિયારપુર પધાર્યા, આચાર્યશ્રી ૧૩ વર્ષ પછી આ ભૂમિ પર પુનઃ પધારી રહ્યા હોવાથી જૈન–જેનેતરમાં એક અપૂર્વ ભાવના પ્રકટી હતી. નગરપ્રવેશનું સામૈયુ ભવ્ય રીતે કરવામાં આવ્યું.
સ્વાગત સરઘસમાં પૂ. શ્રી આ વિજ્યાનંદ સૂરીજી, પૂ. આ વિજ્યવલ્લભ સૂરીજીની અનુપમ ઝાંખી કરાવે તેવા ફેટા એનું દશ્ય તથા ભગવાન મહાવીર સ્વામીના જીવન ચરિત્રનું ગેળ ફરતું દશ્ય, મહાસતી ચંદનબાલાનું દશ્ય, આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસૂરીજી મહારાજને બંને ગુરુ ભગવંતે આશીર્વાદ આપી રહ્યા હોય તેવું દશ્ય, સૌને માટે આકર્ષણ બની રહ્યાં હતાં. ૮૫ બહેને કેસરી સાડીમાં સજજ થઈ માથે કળશ લઈને આગળ ચાલતી હતી. આચાર્ય શ્રી ના સ્વાગતમાં અત્રેના જીલ્લાના શિક્ષણ મંત્રી શ્રી ગુરુમલ સિંહજી, યુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org