________________
૧૬૨
જિનશાસનને
બિરાજમાન કરવામાં આવ્યા. આચાર્યશ્રીએ આ પ્રસંગે વાસક્ષેપ કર્યા પછી સભામંડળમાં પધાર્યા, મંગલા ચરણ પછી પન્યાસ જય વિજયજી, સાધ્વી શ્રી નિર્મળા શ્રીજી તથા સ્થાનકવાસી જૈન સભાના પ્રધાન શ્રી ટી. આર. જૈન, આત્માનંદ મહાસભાના પ્રધાન શ્રી ધર્મપાલ ઓસવાલ આદિનાં પ્રેરક ભાષણે થયાં હતાં. અંતે આચાર્યશ્રીએ ઉપસંહાર કરતાં પ્રભુ દર્શનની ઉપયોગિતા પર વિશદ વિવેચન કરતાં કહ્યું કે, આપણે આપણા સુષુપ્ત આત્માને જાગ્રત કરી પરમાત્મા જેવા બનવાને માટે પ્રભુ દર્શન ગુરુદૃર્શન કરીએ છીએ. આત્માને પરમાત્મા સુધી પહોંચાડવા માટે આજ એક સુગમ માર્ગ છે. તેઓ શ્રી એ બધાંને પ્રભુ–દશન પ્રભુપૂજા કરવા પ્રેરણા આપી મંદિરની સહાયતા માટે રૂ. ૧૦૧ ની ટીકીટ લગભગ ૨૫-૩૦ હજારની ખપી ગઈ અને બધાએ સહયોગ આપવા વચન આપ્યું. છેવટે મંગલાચરણ બાદ સભા સમાપ્ત થઈ આજની પ્રભાવને શ્રી સંઘ તરફથી થઇ. બપોરના પંચકલ્યાણક પૂજા ઠાઠથી ભણાવવામાં આવી અને પ્રભાવના પણ થઈ
પૂજ્ય આચાર્યશ્રીએ પરિવાર સાથે જ્યારે લુધિયાનાથી લહેરાગામ જવા વિહાર કર્યો ત્યારે હજારો ભાઈ–બહેનેએ પૂજ્યશ્રીને વિદાય આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org