________________
૩૫. પગલે પગલે સમાજોત્કર્ષ
જિનશાસનરત્ન આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસૂરી મહારાજ આદિ ઠાણ લુધિયાણુથી વિહાર કરી જીરા, મટ્ટી, અમૃતસર, જડિયાલાગુ, વેરાવલ થઈ તા ૨૦-૫-૭૬ ના સુલતાન પધારતાં ભવ્ય સામૈયા સાથે પ્રવેશ થયો. આચાર્ય શ્રી ઈન્દ્ર દિનસુરીજી પણ બિકાનેરમાં ઉપધાન કરાવી આચાર્ય શ્રીની સેવામાં મુલતાનપુરમાં સાથે થઈ ગયા. સાથે સાધ્વી હેમેન્દ્રથીજી, શ્રી યશપ્રવર્તક શ્રી જી, શ્રી નિર્મલાશ્રીજી આદિ કીણાને પણ પ્રવેશ સાથે થયો હતે.
શાળામાં બાળકોને ઈંડા આપવા સામે વિરોધ
પંજાબ સરકારે શાળાઓમાં બાળકોને ઈંડા ખવરાવવા માટે ચૌદ વર્ષ બાદ પુનઃ નિર્ણય જાહેર કર્યો હતે. આજના વ્યાખ્યાનમાં પૂજ્ય શ્રીએ સરકારના નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢી જગ્યાએ જગ્યાએ વિરોધ કરવા અને આ કાર્યને અટકાવવા પંજાબભરમાંથી સરકારને વિરોધની હજારો સહીઓ કરાવી પણ સ્કૂલમાં ઈંડાં આપવાનું નક્કી કરેલ, ત્યારે આચાર્ય શ્રીએ વિરોધને સૂર બુલંદ બનાવીને તે અટકાવેલ બધા સંપ્રદાયના અહિંસાપ્રેમી વક્તાઓએ આ સભામાં ઈંડા પ્રકરણના વિરોધમાં પ્રવચને કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org