________________
ર૯. સામુહિક ક્ષમાયાચના
સમારોહ
પર્યુષણ પર્વનું સમાપન ક્ષમાપનાદિનથી થાય છે. આ દિવસનું જૈન સમાજને માટે એક વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ રહેલું છે. પ્રત્યેક વ્યકિત બધા આત્માઓ સાથે ખમત ખામણાં કરે છે જાણતાં અજાણતાં થયેલ ભૂલ અથવા મન દુઃખને માટે હૃદયપૂર્વક ક્ષમાયાચના કરવામાં આવે છે. કુટુંબીજનો નેહીઓ, અથવા બીજા કેઈપણ સાથે વર્ષભરમાં થયેલ મનદુઃખ ને માટે આ ક્ષમાપના દિન જૈન ધર્મની વિશિષ્ટતા છે. - આજકાલ હવે સામુદાયિક ક્ષમાયાચના થાય છે. વેરી પણ આ દિવસે દ્વેષભાવ ભૂલી ક્ષમાયાચના કરી એક બીજાને ભેટે છે અને નિર્મલ બને છે. લુધિયાનામાં આપણું ચરિત્ર નાયક જિનશાસનરત્ન પૂ–આ. શ્રી વિજય સમુદ્રસૂરીજીની નિશ્રામાં ૧૪ સપ્ટેમ્બરના દિવસે સામુહિક ક્ષમાપના દિન ઉજવવામાં આવ્યે, શ્રી આત્માનંદ જૈન હાયર-સેકન્ડરી સ્કૂલ દરેસીના વિશાળ પ્રાંગણમાંના મંડપમાં વિશાળ મંચ પરે પૂજ્ય આચાર્ય
શ્રી પરમાર ક્ષત્રિય જેનો ઉદ્ધારક આચાર્ય શ્રી વિજય ઈદ્ર દિન્નસૂરિ, ગુરુભકત મધુરભાષી પન્યાસશ્રી જય વિજયજી ગણિ તથા અન્ય મુનિમંડળ બિરાજમાન હતા. શ્રી આત્માનંદ જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org