________________
૧૩૬
જિનશાસનરત્ન
મોટી સંખ્યામાં ભાગ લીધે હતે. જમ્મુની સાંકડી શેરીઓમાં તે દિવસે મહેરામણ ઉમટયે હતે. વિવિધ પર્વતેમાંથી નીકળી જુદી જુદી નદીઓ સમુદ્રને ભેટવા દેડે છે તેમ જમુનાં પ્રતિષ્ઠા પ્રસંગમાં ભારતના લગભગ તમામ પ્રાંતમાંથી જૈને આવીને ઉલટભેર સમાયા હતા.
મુંબઈથી શ્રી આત્માનંદ જૈન સભાના ઉપક્રમે ખાસ સ્પેશ્યલ દ્વારા ૪૫૦ ભાઈ–બહેને આવી પહોંચ્યાં હતાં. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, વગેરે પડોશી રાજ્ય અને શહેરોમાંથી જૈન ભાઈ–બહેને બસ કરીને કે મેટરો લઈને તે કેટલાંક ટૂરીગ કારમાં આવ્યા હતા. પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ ૨૨મી મે ગુરૂવારે જમુવાસીઓએ કૌતુકભરી નજરે જૈનેની રથયાત્રા નિહાળી હતી. બબ્બે હાંથી પાંચ પાંચ ઘોડેસ્વાર, બે ગાડી, શણગારેલા ખટાશ, બેન્ડ, દાંડિયારાસ, ભાંગડાનૃત્ય, ઉઘાડાપગે સફેદ વસ્ત્રોમાં નીચી નજરે ચાલતાં જેન શ્રમણે આ ભવ્ય રથયાત્રાને પોતાની શેરીઓમાં ફરતી જોવા જમ્બુવાસીઓ ચારે બાજુ હકડેઠઠ જામ્યા હતા. દુકાનના ઓટલા, મકાનોની ઝરૂખાઓ, અને છાપર, અગાસી પર નજર કરો તે દકે જ દર્શકો! વિવિધ પ્રતિષ્ઠાઓને લાભ નીચેના જિનવર ભક્તોએ લીધે હતે.
શ્રી મૂળનાયકને બિરાજમાન કરવાને લાભ મુંબઈના શ્રી વસ્તીમલ ઉમેદમલજીએ લીધો હતે શ્રી નેમિનાથ પ્રભુને બિરાજમાન કરવાને લાભ મુંબઈના શ્રી ચાંદમલ ધીરજમલ રંકાએ લીધું હતું. શ્રી પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરવાને લાભ મુબઈના શ્રી કુંજલાલ સુંદરમલ જેને લીધે હતે. શ્રી મહાવીર સ્વામીને બિરાજમાન કરવાનો લાભ મુંબઈના શ્રી ઉમેદમલ હજારીમલ જેને લીધો હતો. શ્રી શાંતિનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org