________________
SC, ૨૭. લુધિયાણામાં
– પર્યુષણારાધન પાવન પગલાં
મુંબઈ ગુજરાત રાજસ્થાન,, દીલ્હી અને પંજાબનાં અનેક ગામ અને શહેરેને ધર્મ બંધ આપતા આપણું ચરિત્ર નાયક જૈનશાસનરત્ન પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરી શ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજ્યઈન્દ્રદિન સુરીશ્વર જી મહારાજ, પન્યાસ શ્રી જય વિજયજી આદિ ઠાણા ૧૫ જમ્મુ જિનાલયની પ્રતિષ્ઠા ભવ્ય રીતે ઉજવીને વિહારની તૈયારી કરતા હતા ત્યારે પંજાબનાં અનેક ગામના જૈન સંઘેએ પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે પધારવા વિન તીઓ કરી હતી. સૌની ઉત્કટ ભાવનાઓ હતી કે આપણું શહેરને લાભ મળવું જોઈએ. હેશિયારપુર અને લુધિયાણાના સંઘેએ વારંવાર આગ્રહભરી વિનંતી કરી હતી. ક્ષેત્ર સ્પર્શનાએ લુધિયાણને આ લાભ મળતાં જમ્મુ શહેરમાં જ લુધિયાણાના ચાતુર્માસની જ્ય બોલાઈ જતાં લુધિયાણા નગરમાં આનંદની લહેર લહેરાવ્યું. આમ લુધિયાણું ધન્ય બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org