________________
૧૧૮
જિનશાસનરને મહાવીર સ્વામીએ સાડાબાર વર્ષ ઘોર તપશ્ચર્યા કરીને કેવળ જ્ઞાન મેળવ્યું. એ ત્યાગને વારસે જૈન સમાજને આપી ગયા છે. અંતમાં જિનશાસન રત્ન આચાર્ય શ્રી વિજ્ય સમુદ્ર સુરીજી મહારાજે જણાવ્યું કે આત્માના ઉત્થાન માટે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની જરૂર છે. ચારે ફિરકાના સંગઠન ની આજે જરૂર છે. હું જૈન છું એ એકજ વિચાર બધાને હવે જોઈએ. અહીંથી વિહાર કરી શાસ્ત્રી નગર પધાર્યા. ત્યાં કાર્યકમ થયે. આચાર્ય શ્રી વિયેન્દ્ર દિન્ન સુરીજીએ દર્શાવ્યું કે સાધુસંતનાં દર્શનથી આત્મા પવિત્ર થાય છે. કર્તવ્ય પરાયણ વ્યકિતને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. પૂ. આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસુરી મહારાજે માંગલિક સંભળાવ્યું. ભગવાન મહાવીર અને ગુરુદેવને જયનાદ થયે. સભા વિસર્જિત થઈ.
ઐતિહાસિક સંક્રાન્તિ કાર્યક્રમ જમ્મુને શ્રી સંઘ જે અવસરની રાહ જોઈ રહ્યો. હતું તે અવસર મંદિર પ્રતિષ્ઠાને. આવી ગયે.
આપણું ચરિત્ર નાયક જિનશાસનરન શાંતિમૂર્તિ પૂ આચાર્યપ્રવર શ્રીમદ સમુદ્રસૂરીજી મહારાજ, શ્રી વિજયેન્દ્ર, દિનસુરીજીમહારાજ સર્વ ધર્મ સમન્વયથી ગણિવર્ય શ્રી જનક વિજયજી મહારાજ આદિ પરિવાર સાથે તેઓશ્રીની નાદુરસ્ત તબિયત છતાં જમ્મુ પધાર્યા. આજ સેનાને સૂરજ ઊગ્યા અને જમ્મુ શ્રી સંઘ તથા સ્થાનકવાસી જૈન સંઘ પૂ. આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કરવા ઉમટી આવ્યા. આનંદની લહેર લહેરાયું. - તા. ૧૪-પ-૭૫ ૨૦૩૧ વૈશાખ સુદ ૩ બુધવાર ના રેજ શાસ્ત્રીનગરથી જુલુસ શરૂ થયું. સેંકડે લેકે જુલુસની શેભા જેવા આચાર્યદેવ આદિ પરિવારનાં દર્શન કરવા ઉમટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org