________________
જિનશાસનરત્ન
-
૧૧૭
રમઝટ બોલાવી પંન્યાસ શ્રી જય વિજયજીએ મનનીય પ્રવચન કર્યું.
રાત્રિના પંજાબ વિધાનસભાના સ્પીકર ડે. કેવલ સિનજીની અધ્યક્ષતામાં સભા થઈ. પ્રારંભમાં જલધર એન્ડ પાર્ટીએ વીર નું ભક્તિગીત સંભળાવ્યું. મિનાક્ષી એન્ડ પાટી(મુકેરીઆ) એ ગુરુભકિતનું ભજન સંભળાવ્યું. શ્રીમતી કમલ જૈને પણ પ્રવચન કર્યું. પંન્યાસ જ્યવિજયજી મહારાજે ભગવાન મહાવીર ના સિદ્ધાંત સમજાવ્યા. અધ્યક્ષ મહોદયે જણાવ્યું કે ભારતમાં રામરાજ્ય ત્યારે જ શકય બને જ્યારે ભગવાન મહાવીરના સિદ્ધાંતોને અમલ થાય, મુકેરિયા સ્થાનકવાસી સમાજના સંઘના પ્રધાનશ્રી, કોડીલાલ જૈન તથા મંત્રી શ્રી પરસેનલાલ જેને ભારે જહેમત ઉઠાવીને શ્રી મહાવીર જયંતિને દિવસ સફળ બનાવ્યું અહીં આચાર્યશ્રીની તબિયત કથળી પણ તુરત ડોકટરને બેલાવવામાં આવ્યા અને આરામ લેવાની સલાહ આપવામાં આવી. જરા ઠીક થયા પછી જમ્મુ તરફ વિહાર શરૂ કર્યો જખ આગળ પરમાર ક્ષત્રિય ઉદ્ધારક આચાર્યશ્રી વિજયેન્દ્ર દિન્તસૂરી આવી ચડ્યા, બનેનું મિલન હૃદયંગમ બન્યું.
અહીં જમ્મુના શ્રી સંઘે વ્યાખ્યાનને કાર્યક્રમ યેજ હિતે. લા. કસ્તુરી લાલજીએ જણાવ્યું કે જમ્મુ શ્રી સંઘના આબાલવૃદ્ધનું સૌભાગ્ય છે કે પૂ. જિન શાસનરત્ન શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજ્યસમુદ્ર સૂરીજી મંદીરની પ્રતિષ્ઠા માટે તબિયત નરમ હોવા છતાં જમ્મુ પધારી રહ્યા છે. એસ. એસ. જેન સભાના સેક્રેટરીશ્રી પ્રકાશચંદ્રજી એ પણ આનંદ દર્શાવ્યું પંન્યાસજી જયવિજયજી એ “આત્મઉત્થાન” વિષય પર પ્રવચન કર્યું. પરમાર ક્ષત્રિય ઉધ્ધારક આચાર્ય શ્રી વિજયેન્દ્રદિન સુરીજીએ જણાવ્યું કે ત્યાગમાં આત્માને ઉદ્ધાર છે. ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org