________________
૧૩૦
જિનશાસનરત્ન
તીર્થની યાત્રા કરી. હિમાચલ પ્રદેશમાં ટેકરીઓ, નદી અને કિલ્લાથી ઘેરાયેલું આ તીર્થ પાંડના સમયનું છે.
પ્રાચીન અને જિર્ણ બનેલા આ મશહૂર તીર્થને પુનરૂદધાર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીજી મહારાજે કરાવ્યા હતે. અહીં દર વરસે ફાગણ સુદ ૧૩ થી પૂનમ સુધી ત્રણ દિવસને ધર્મમેળો ભરાય છે. ૨૫ હજારની વસતિવાળા કાંગડા સીરીનું આ તીર્થ સરકારના તાબામાં હતું પણ છેલ્લા પાંચ વર્ષથી તે શ્રી શ્વેતાંબર જેન કાંગડાતીર્થ સંઘના સંચાલન હેઠળ છે.
અહીંથી હોશિયારપુર આવ્યા. શ્રી રીખવદાસ જેને સૌનું સ્વાગત કર્યું. સૌ વાજતે ગાજતે શહેરના શ્રી વાસુપૂજ્ય સ્વામીના દહેરાસરે ગયા. દહેરાસરના ચોકમાં ગુરુભક્તિ અને જિનભક્તિ કાર્યક્રમ સહિત યાત્રિકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
તા. ૪ જૂનના રોજ દિલ્હીમાં આવી પહોચ્યા. શ્રી આત્માનંદ જૈન સભા દિલ્હીના કાર્યકર્તાઓએ સૌનું સ્નેહ ભીનું સ્વાગત કર્યું.
ગુરુભકત શ્રી મણીલાલ દોશીએ યાત્રિકનું સંઘપૂજન ભક્તિભાવથી કર્યું. યાત્રાસંઘને ઉત્સાહી કાર્યકર શ્રી ઉમેદ મલજી જૈન સર્વ શ્રી દામજીભાઈ છેડા, શ્રી રમેશચંદ્ર સંઘવી શ્રી જયંતભાઈ માયાભાઈ શાહ, શ્રી કુમારપાળ વિ. શાહ શ્રી કાંતિલાલ હરગોવિંદ શાહ સહિત યાત્રા સંઘના પ્રમુખ શ્રી ખૂબચંદ રતનચ દજી અને યાત્રા પ્રવાસના સલાહકાર શ્રી માણેકચંદજી બેતાલાનું શ્રી કુંજીલાલ જૈને પુષ્પહારોથી ભાવભર્યું સન્માન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org