________________
હ૭
જિનશાસનરત્ન શ્રી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિનું ઝરણું આજે પણ જીવંત છે. તેનું મૂળ કારણ આચાર્યશ્રી જેવા મહાન સંતો દ્વારા સમાજને માર્ગદર્શન મળતું રહે છે તેના ફલસ્વરૂપ છે. શ્રી સાહનીએ આચાર્યશ્રીજીના ૮૪મા જન્મ દિવસ માટેની વધાઈ આપતાં યુવકેને તેમના દર્શાવેલા માગે ચાલવા સલાહ આપી મુનિશ્રી સુશીલકુમારજીએ આ સુઅવસર પર આચાર્યશ્રીને પિતાના ધર્મગુરુ તરીકે ઓળખાવી તેમના જેવા સંતે દ્વારા બતાવેલ માર્ગે ચાલવાથી જ જીવનની સફલતા રહેલી છે તેમ જણાવ્યું પૂ. આચાર્યશ્રીને ત્યાં જન્મમહોત્સવ પ્રસંગે યુવક સંમેલનમાં યુવકોએ આચાર્યશ્રી પ્રત્યે ભક્તિભાવ જાહેર કરી નીચે પ્રમાણે સંકલ્પ કર્યો.
૧. અમે ભગવાન મહાવીરના શાસનના અનુગામી ગુરુઆત્મ તથા ગુરુવલ્લભ દ્વારા નિર્દિષ્ટ સેવા, સાદગી, શુદ્ધ ખાનપાન તેમ જ આચાર વિચાર અપનાવીને દેશ, ધર્મ તેમ જ સમાજ પ્રત્યે અમારા કર્તવ્યે કરતાં રહીશું.
૨. અમારી જીવનવૃત્તિને સહિષ્ણુતા પરેપકાર અહિંસા અને અનુશાસનયુક્ત બનાવીશું.
૩. અમારા તથા સમાજના નૈતિક ઉત્થાનમાં સદૈવ સક્રિય રહીશું.
૪. અનાવશ્યક સંગ્રહ, શેષણ, તથા દુર્વ્યસનથી દૂર રહીને જીવનને મર્યાદિત તેમ જ સંયમિત બનાવવાનો પ્રયત્ન કરીશું
૫. બૌદ્ધિક વિકાસને માટે સંસ્કારી સાહિત્યનું અધ્યયન તેમ જ સ્વાધ્યાય દ્વારા આધ્યાત્મિક વિકાસ તરફ આગળ વધતા રહીશું.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org