________________
જિનશાસનરત્ન
૧૦૫
સરદાર ગુરુમેલસિંહે કર્યું હતું. ગુરુદેવના દર્શનાર્થે ભિન્નભિન્ન નગરોથી ખૂબ ઉલ્લાસપૂર્વક ગુરુદેવને જયજયકાર બેલાવતા હજારો ભાઈ-બહેને આવી રહ્યા છે. લુધિયાનાનગરના નરનારીઓ પરમશ્રદ્ધેય ગુરુદેવના આ સ્વાગતને એતિહાસિક બનાવવાની ધૂનમાં જુલુસની તૈયારીમાં મસ્ત છે. રેલવે સ્ટેશન આગળથી પૂ. ગુરુદેવેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત સરઘસમાં પંજાબ પ્રવર્તક શ્રી ફૂલચંદજી, પંડિતરત્ન શ્રી હેમચંદ્રમુનિ આદિ ચારે ફિરકાને મુનિરાજે, પંજાબના કેળવણી પ્રધાન શ્રી ગુરુમેલસિંહજી ચૌધરી ડેપ્યુટી કમિશનર શ્રી સરદાર સેવા સિંહજી, શ્રી આત્માનંદ જેન સભાના પ્રમુખશ્રી ધર્મપાલ એસવાલ, મંત્રી શ્રી ડે. વિમલચંદ્રજી આદિ જેડાયા હતા.
શેભાયાત્રા પ્રસંગે રેલ્વે સ્ટેશનથી મહાવીરનગર સુધીના રસ્તાઓ ઉપર જૈન જૈનેતરે એ અપૂર્વ ઉત્સાહ સાથે ૮૫ - ભવ્ય પ્રવેશદ્વાર ઊભાં કર્યા હતાં. રસ્તાઓ કાગળનાં ફુલોથી સુંદરરીતે શણગાર્યા હતા. હેલિકોપ્ટર દ્વારા જગ્યાએ જગ્યાએ પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. જુલુસમાં સામેલ થનાર દરેકનું
સ્થળે સ્થળે મીઠાપાણી, ફળ આદિથી સ્વાગત કરવામાં આવ્યું - હતું શોભાયાત્રાના પ્રારંભમાં આચાર્યશ્રીને પરિચય આપતી ગાડીમાં શ્રી માધીશાહ તથા શ્રી ગુણચંદ્ર પરિચય આપી રહ્યા હતા.
આલસા બેન્ડ, કાલાસિંહ બેન્ડ, પતિયાલા બેન્ડ, પવન બેન્ડ. મિલિટરી બેન્ડ, ભારત પ્રસિદ્ધ દિહીનું માસ્ટર બેન્ડ. તથા જીયા બેન્ડ, અંબાલાનું બેન્ડ, એસ. એ. એન. જૈન સ્કૂલનું વલ્લભ બેન્ડ વગેરે બેન્ડે ભગવાન મહાવીર તથા ગુરુભક્તિનું સંગીત રેલાવતા હતા. ૮૫ સૌભાગ્ય વતી બેને એકજ સરખી કેસરી સાડીમાં મંગલ કળય લઈને ચારચારની લાઈનમાં ચાલતી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org