________________
૧૦૬
જિનશાસનરને હતી. જાણે સ્વર્ગની દેવીઓ ભક્તિ પ્રદર્શિત કરવા ધરતી ઉપર ઉતરી આવી હોય તેવું મને તારી દ્રશ્ય ખડું થતું હતું. જુદી. જુદી ભજનમંડળીઓ પ્રભુભક્તિનાં ભજનો દ્વારા જનતાને ધર્મ ભક્તિથી તરબળ બનાવી રહી હતી. હાથી-ઘડેસ્વારે દિલ્હી મહિલા સંઘના ગુજરાતી ગરબા. સ્કૂલના કિશોરોના ભાંગડા નૃત્ય, વગેરેની રમઝટ જામી હતી.
પ્રભુ મહાવીર, ગુરુ આત્મારામજી મહારાજ, પંજાબકેસરી શ્રી વિજયવલ્લભ સૂરીજી આદિની છબીઓ સૌનું ધ્યાન આકષી રહી હતી.
આમ લુધિયાણ શહેરનું વાતાવરણ ધર્મભાવનાથી અત્યંત રંગાયેલું અને આકર્ષક બની ગયું હતું. હજારે ભાઈબહેને શહેરમાંથી આ અનુપમ ભવ્ય જુલુસ જેવા ઉમટી પડયા હતા. વૃદ્ધો કહેતા હતા કે આવું મનરંજક ભવ્ય દૃશ્ય લુધિયાનાની ભૂમિમાં પ્રથમવાર જોવા મળે છે.
આ શોભાયાત્રા બપોરના બે વાગે મહાવીર નગરના વિશાળ મંડપમાં ઉતરી સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. મંડપમાં ત્રણ ત્રણ મંચ ઊભા કરવામાં આવ્યા હતા. વચ્ચેના મ ચપર આચાર્યશ્રી તથા મુનિભગવંતે બિરાજ્યા હતા. બાજુના મંચ ઉપર સાધ્વીઓ બિરાજી હતી. ત્રીજા મંચ ઉપર આગેવાન શ્રાવકો બેઠા હતા, સભાસ્થળ ગુરુદેવોના જયજયકારથી ગૂંજી ઊઠયું હતું. મંગલાચરણ પછી શ્રી આત્માનંદ જૈન મહાસભાના. પ્રમુખ શ્રી ધર્મપાલજી એ સવાલે શ્રી સંઘ તરફથી ભક્તિપૂર્વક આચાર્યશ્રી નું સ્વાગત કર્યું હતું.
શ્રી ભેજરાજજી જેને જણાવ્યું કે પ્રભુ મહાવીર પરમાત્માના ૨૫૦૦મા નિર્વાણ મહત્સવ વર્ષમાં નકકી થયેલા કાર્યક્રમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org