________________
જિનશાસનરત્ન
૧૦૭ પૂજ્યશ્રીના પાવન પગલે પૂરું બળ મળશે. એસ. એસ. જેને મહાગયા ઉત્તરી ભારત તરફથી મહામંત્રી શ્રી પુખરાજજી જેને તથા એસ. એસ. જેને બિરાદરી-લુધિયાણા તરફથી પ્રમુખશ્રી કસ્તુરીલાલજી જેને આચાર્યશ્રીને અભિવાદન પત્ર અર્પણ કર્યા હતાં.
ભગવાન મહાવીર સ્વામીની નિવણશતાબ્દિ મહોત્સવ સમિતિ, પંજાબના અધ્યક્ષ તથા ડેપ્યુટી કમિશનર સરદારશ્રી સેવાસિંહજીએ પિતાના વિચારો જણાવી આચાર્યશ્રીનું સ્વાગત કર્યું હતું. શ્રી હીરાલાલજી જેને પિતાના વક્તવ્યમાં જણાવ્યું કે આચાર્યશ્રી ની નગર પ્રવેશની સ્મૃતિ કાયમ જળવાય રહે તે માટે ૪૦૦૦ ચોરસ મીટર જગ્યા સિવિલ લાઈન લુધિયાણામાં સરકાર તરફથી આપવામાં આવશે, જ્યાં શુદ્ધ આહારને માટે શાકાહારી હોસ્ટેલ બનાવવામાં આવશે. ડેપ્યુટી કમિશનર સાહેબ આ માટે સહગ આપશે.
શ્રી રવીન્દ્રકુમાર જેને પંજાબીમાં લખેલ “ભગવાન મહાવીર ઉપદેશ અને સિદ્ધાંત' નામે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું.
વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી કાન્તિમુનિજી એ નેહભરી વણી માં આચાર્યશ્રીનું સ્વાગત કરી શ્રી સંઘની એકતા માટે અપીલ કરી હતી. ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજે જૈન સમાજની એકતા અને ઉન્નતિમાટે રચનાત્મક જનાઓ કરી સેવાકાર્ય કરવા યુવાનને હાકલ કરી હતી.
શોભાયાત્રાના સંયોજક શ્રી લછમનદાસ સવાલે શ્રીપાલજી તથા સહયેગી મિત્રોની અનુપમ સેવા આપવા બદલ તેમજ સફળ આયોજન કરવા બદલ હાર્દિક આભાર માન્ય હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org