________________
જિનશાસનરન
૮૫ કરવું જોઈએ, આ પ્રસંગે ડે. શંકરદયાળ શર્માએ રાષ્ટ્રપતિને
સ્મારક ટિકીટનું આલબમ અપર્ણ કરતાં પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું, ઉપશિક્ષણ મંત્રી પ્રે. ડી. પી. યાદવે સમારોહના પ્રારંભમાં, સરકારે સ્મારક પોસ્ટ ટિકિટ પ્રસિદ્ધ કરી ભગવાન મહાવીર સ્વામીની ૨૫૦૦મી નિવણિ શતાબ્દિની ઉજવણીને પ્રારંભ કર્યો છે તેમ જણાવ્યું હતું.
શ્રી શાહ શાંતિપ્રસાદ જૈને નિવણિ મહોત્સવ સમિતિ તરફથી આભાર વ્યક્ત કર્યો હતે, ૨૫ પૈસાની સ્ટેમ્પમાં પાવાપુરી જલમંદિરનું ચિત્ર છે. અને ફર્સ્ટ ડે કવર ઉપર રાણકપુર તીર્થના મંદિરનું ચિત્ર છે.
નિગ્રંથ પરિષદ વંદના. -
દિવાળીના દિવસે લાલ કિલ્લાના મેદાનમાં સવારના ૧૦ વાગે ચારેય સંપ્રદાયના સાધુ સાધી શ્રમણ સંસ્થાની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વંદના થઈ હતી, જૈનાચાર્યોના મધુર મધુર તેત્ર સાથે સારગતિ નિગ્રંથ પરિષદનું સુંદર આયેાજન થયું હતું, શ્રી. વિમલકુમાર જૈન તથા શ્રી ભીકમરામ જૈન અને શ્રી મહેતાબચંદ જેને કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું
હતું.
ગૌતમ ગણધર સ્મૃતિદિન
બેસતા વર્ષના દિવસે સવારે ૧૦-૩૦ વાગે લાલકિલ્લાના મેદાનમાં હજારો માણસની હાજરી વચ્ચે ગૌતમ સ્વામીનો ગુણાનુવાદ કરવામાં આવ્યો હતો. વિજ્યવલ્લભસૂરી જન્મજયંતિ તથા શ્રમણ સંસ્કૃતિ પરિષદભાઈબીજના દિવસે યુગવીર આચાર્ય શ્રી વિજય વલ્લભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org