________________
૮૧
જિનશાસનન તરીકે પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં સન્માન કરવામાં આવ્યું અને શ્રીમતી ઓશવાલના વરદ હસ્તે રૂ. ૭૦૦૦)ને નિધિ તેમને અર્પણ કરાયે. સંક્રાન્તિ સમાપ્તિ પહેલાં શ્રીઅનચંદજી કોઠારી (ઇદર) શ્રી લીલાવતી બહેન, શ્રી. બલદેવરાજજીનાં વકતવ્ય. થયાં હતાં, આચાર્યજીએ સંક્રાન્તિ સંભળાવી વાસક્ષેપ નાંખે હતે, શ્રી નિર્મલકુમાર જેને આભાર વ્યક્ત કર્યો હતો,
જૈનએકતા સંમેલન
રવિવાર તા. ૧૮-૯-'૭૪ ના રોજ ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦મા નિર્વાણ મહત્સવ નિમિત્તે જૈન એકતા સંમેલનનું આયોજન વીરનગરના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ.શ્રી વિજ્ય સમુદ્રસૂરીજી, આ શ્રી તુલસીજી આ શ્રી દેશભૂષણજી, મુનિશ્રી હેમચંદ્રવિજયજી, મુનિ શ્રી નથમલજી, મુનિશ્રી જનક વિજયજી, મુનિશ્રી સુશીલકુમારજી, મુનિશ્રી વિદ્યાનંદજી આદિ વિશાળ સમુદાય એક જ મંચ પર એકત્ર થયે હતે.
આ પ્રસંગે જૈન સમાજમાં એકતાનું વાતાવરણ ફેલાવવા અને ચારે ફિરકાઓમાં સંપ-સમાધાન –એકતાના પ્રયાસે કરવા વિચાર વિનિમય તથા વક્તવ્ય થયાં હતાં બધાં વક્તતાઓની એક માત્ર એ જ ભાવના હતી કે ભગવાન મહાવીર સ્વામીના આ નિર્વાણ મહોત્સવ પ્રસંગે જૈનજગતમાં એકતા અને શાંતિ પ્રસરે એ અત્યંત જરૂરી છે. આવા પ્રસંગે વારંવાર આવતા નથી. આ તે જૈન સમાજ માટે અનુપમ પ્રસંગ છે. બપરતા ૨-૩૦ થી ૩-૩૦ સુધી ધર્મષ્ઠી થતી રહી અને સંતમિલનનું અપૂર્વ દર્શન દશ્યમાન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org