________________
- જિનશાસનને
ને ગીત ગાતાં ગાતાં વઘેડામાં ફર્યા હતાં. રૂપનગરમાં વરઘોડે પહોંચ્યા પછી કમલાનગરના ભવ્ય મંડળમાં ગ્રંથની પધરામણી કરવામાં આવી. પ્રાથમિક પ્રવચન થયા બાદ જૈન ચિત્રકલા સમિતિ તરફથી આવેલા શતાવધાની વિદ્યાવારિધિ પં. શ્રી ધીરજલાલ ટોકટશી શાહ તથા સુંદરપાળ ઝવેરીની વિનંતિથી ભગવાન મહાવીરનું ચિત્ર સંપુટ મુંબઈના અગ્રણી આગેવાન શેઠ કાંતિલાલ ચેકસી તથા દિલ્હીને સંઘના અગ્રણી લાલા સુંદરલાલજી તથા લાલા ધર્મપાલજીએ પૂજ્ય આચાર્ય દેવને ગ્રંથ અર્પણ કર્યો હતે, આ પ્રસંગની ખુશીમાં શેઠ શ્રી કાંતિલાલભાઈએ યુગવીર આચાર્યશ્રીના સ્મારક ફંડમાં રૂપિયા પાંચ હજારની જાહેરાત કરી પ્રસંગનું ગૌરવ વધાર્યું હતું.
તે પછી શ્રી શાંતિલાલ મગનલાલ, શ્રી કાંતિલાલ હરગોવિંદદાસ અને સ્વાગત પ્રવેશ કરાવનાર દાનવીર શ્રી મણિભાઈ દોશીએ કામળીઓ વહેરાવી હતી.
ત્યારપછી વિદુષી સાધ્વી શ્રી મૃગાવતી શ્રીજીને લાલા કુજીલાલજીનાં ધર્મપત્ની રાજકુંવર બહેને તથા શ્રી દામજીભાઈ છેડાનાં ધર્મપત્ની નિર્મળાબહેને પુસ્તક અને કામની વહેરાવ્યાં હતાં. વિદુષી સાધ્વી શ્રી વિચક્ષણશ્રીજીને લાલા ઘનશ્યામજીના ધર્મપત્ની ભાગ્યવતી દેવી અને શ્રી રસિકલાલ કેરાના ધર્મપત્ની સુશીલાબહેને પુસ્તક તથા કામની વહેરાવ્યાં હતાં, લોકેએ જયષ કર્યા હતા.
૧ જુલાઈએ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને પુસ્તક સમર્પણને વિધિ પં. ધીરજલાલભાઈ શ્રી કીર્તિકુમારભાઈ તથા શ્રી સુંદરભાઈ એ કર્યો હતો. ભગવાન મહાવીરનું ચિત્ર જોઈ નમન કરી પુસ્તકની ભવ્યતાની પ્રશંસા કરી અને દેશની મહાન વિભૂતિનું જીવન સમય મેળવીને હું વાંચી જઈશ” તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ સંરક્ષણ પ્રધાન શ્રી જગજીવનરામ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org