________________
૭૮
જિનશાસનરતને સાધ્વીશ્રી વિચક્ષણશ્રીજીએ સ્મારક જના માટે સૌને પ્રેરણું કરી હતી. આચાર્યશ્રીનાં સાંનિધ્યમાં રહી ભગવાન મહાવીર સ્વામીની ૨૫ મી શતાબ્દિ ઉલ્લાસપૂર્વક ઉજવવા સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પૂ. આચાર્યશ્રીને અંબાલા, સમાના, લુધિયાણ આદિ સંઘ તરફથી અભિવાદન પત્રો સમર્પિત કરવામાં આવ્યાં હતાં. મુંબઈ સંઘ તરફથી પૂસાધ્વીજી શ્રી મૃગાવતી શ્રીજીને કામળ વહેરાવવામાં આવી હતી. છસરા સંઘવતી શ્રી દામજીભાઈ છેડાએ પૂ. આચાર્યશ્રીને કામળ વહેરાવી હતી. આ પ્રસંગે પંજાબ, રાજસ્થાન, જમ્મુ, યુ.પી, મહારાષ્ટ્ર, ગુજરાતથી સ્પેશિયલ ડબ્બાઓ, બસમાં બે હજારથી વધુ ભાઈ–બહેને આવ્યાં હતાં. મહેમાનોની ઉતરવાની વ્યવ
સ્થા રાજઘાટ પાસે ગાંધી દર્શન સામે વિશાળ મંડપ ઊભે કરી કરવામાં આવી હતી. ત્રણ મંડપ ઊભા કરવામાં આવ્યા હતા. જેના નામ ખાદી મંડપ, મૈસુરમંડપ અને આંધ્ર મંડપ રાખ્યા હતા. આ રથળે સૂવા, શરીર સુખાકારી, ભેજન ઈત્યાદિની સુંદર સગવડ શ્રી મણિલાલ દેશી તરફથી કરવામાં આવી હતી. મુંબઈથી પણ સારી સંખ્યામાં ભાઈ-બહેને આ પ્રસંગે પધાર્યા હતાં. પૂ. આચાર્યશ્રીનાં સાંનિધ્યમાં દિલ્હી શ્રી સંઘે કરેલ અભૂતપૂર્વ સ્વાગત અને અનેરી ભક્તિ બદલ સેવાપ્રિય શ્રી કુમારપાળ બી. શાહ તથા શ્રી. ચીમનલાલ પાલિતાણાકરે આભાર માન્યો હતે.
પૂ. આચાર્યશ્રીએ મંગલાચરણ કરી ગુરુદેવના પગલે ચાલીને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે વિશેષ પ્રયત્ન કરવા તથા પ. ગુરુદેવના દિલ્હીના સ્મારકને વહેલામાં વહેલી તકે ઉપાડી લે અનુરોધ કર્યો હતે, ગુરૂદેવે પિતાનું જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તે ગુરૂદેવના પુણ્ય પ્રભાવને કારણે હતું તેમ કહી સૌને આશીર્વાદ આપ્યા હતા.
ગુરુદેવનું દિલ્હીનું સ્વાગત ભારતના ઈતિહાસમાં યાદગાર બની રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org