________________
૭૨
જિનશાસનરન તે ત્યારે જ થશે, જ્યારે દરેક ફિરકા એકત્ર થઈને કામ કરશે. આપ સૌએ મારું સ્વાગત અને અભિવાદન કર્યું છે. તે મારું નહિ પણ આપ સૌનું અભિવાદન છે. અભિવાદનને પાત્ર હું નથી, હું તે મારા ગુરુદેવને સંદેશવાહક સિપાહી છું. આજે આ સમારંભમાં આપ સૌ આવ્યા છે તે જોઈને આનંદ થાય છે. આપ સૌને અમારા મંગળ આશીર્વાદ છે. સભાનું સંચાલન શ્રી દૌલતસિંહજીએ કર્યું હતું.
ભગવાન મહાવીરના જયનાદોથી આકાશ ગૂંજી ઊઠયું હતું. આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં સભા પૂર્ણ થઈ હતી. બાદ આચાર્યશ્રી આદિને શેઠ મણિલાલ દોશીના પિતાના નિવાસસ્થાને (બૅદવાડા) બેંડ સાથે, લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી દોશીએ “દવાડાની ગલી સુશોભિત કરી હતી. શ્રી મણિલાલ દોશી તથા તેમના કુટુંબીજનેએ સૌનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. પૂ આચાર્યશ્રીએ બધાને માંગલિક સંભળાવી મંગલ આશીર્વાદ આપ્યા હતા. આજના દિવસે દાદાગુરુ શ્રી જિનદત્તસૂરીજીની સ્વર્ગવાસતિથિ હોઈને તે નિમિતે શ્રી મણિલાલ દેશી તરફથી નૌઘરા દેરાસરજીમાં બપોરના પૂજા ભણાવવામાં આવી હતી. તેમાં આચાર્યશ્રી આદિ સમુદાય તથા સ્થાનકવાસી, તેરાપથી સાધુ સાધ્વી સમુદાય પધારેલ હતે.
રવિવાર રાત્રે ૮-૦૦ વાગે રાજઘાટ પાસે બનાવેલ વિશાળ “વિજયવલભનગરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, મુંબઈ નિવાસી શેઠશ્રી શાંતિલાલ મગનલાલ શાહના પ્રમુખ સ્થાને
જવામાં આવ્યા હતા. ગરબા, ભજન, કીર્તન, કવિ સંમેલન દ્વારા બહારગામની શિક્ષણ સંસ્થાઓ અને સંગીતકારો-કવિજ આદિએ વિવિધ કાર્યક્રમ આપીને સૌનું મનરંજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org