________________
૭૦
જિનશાસનના
સમાજને પણ સાથે લઈને આગળ વધવું જોઈએ. સાથ લઈશું તે દેશ આદર્શ થશે.
વિશ્વપ્રેમ પ્રચારિકા સાધ્વીશ્રી વિચક્ષણાશ્રીજી મહારાજને પણ આ સમયે નગરપ્રવેશ હતે. અને તેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે હું તે આપણું મહાન ત્યાગી આત્માઓના આશીર્વાદ ઈચ્છું છું. મારી ભાવના તે એ છે કે વીર નિર્વાણ શતાબ્દિના આ અપૂર્વ અવસરે કાંઈક રચનાત્મક કાર્ય થવું જોઈએ. ચારે ય સંપ્રદાયના ત્યાગી વગે એક અવાજે પ્રભુ મહાવીરના સંદેશને દેશ-વિદેશમાં પ્રસરાવવા માટે ફિકાભેદના ભેદભાવ એક બાજુ રાખી સંગઠિત રીતે કાર્ય કરવાની જરૂર છે. આજે ચારે ય સંપ્રદાયના આચાર્યો અને વિદ્વાને એક જ પલેટફર્મ ઉપર આવ્યા છે. તે ઘણી જ ખુશીની વાત છે. હવે પરસ્પર વિચાર વિનિમય કરીને સમાજને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ, આજના અતિથિવિશેષ અને કેન્દ્રના સંરક્ષણ પ્રધાન શ્રી જગજીવનરામે આચાર્યશ્રી તથા સાધુસમાજનું સ્વાગત કરતાં જણાવ્યું કે- “ત્યાગ ભાવનામાં જ મહાનતા છે. આ સિદ્ધાંત શાશ્વત સત્ય છે સાધુ મહાત્માઓ. તથા મહાસતીજીઓનું જીવન આ પરંપરાના માર્ગ ઉપર ચાલે છે. ભૌતિક સુખસગવડે માણસને સુખી કરતી નથી. ભારત, ત્યાગ પ્રધાન દેશ છે, આધ્યાત્મિકતા તે દેશની વિશિષ્ટતા છે. પ્રાચીન ભારતમાં વૈભવ ત્યાગની પાછળ દોડતે હતે. આજે વિભવ પાસે ત્યાગીઓની ભીડ જમા થઈ છે. જીવનની આ કડવી વિટંબણા છે, જેને દૂર કર્યા વિના કામ નહિ ચાલે.
વધુમાં તેઓએ જણાવ્યું કે ભૌતિક સુખ સગવડથી સાચી શાંતિ મળતી નથી. અમેરિકા સૌથી વૈભવશાળી દેશ છે, છતાં પણ ત્યાં શાંતિ નથી. ભારતમાં આધ્યાત્મિકતા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા છે. અને તે જ દુનિયાને શાંતિનો સંદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org