________________
७१
જિનશાસનન આપી શકે. એ પણ ખરુ છે કે વિજ્ઞાન ઉપર જ્યારે આધ્યામિકતાને અંકુશ હશે, ત્યારે સાચી શાંતિ પ્રાપ્ત થશે. પ્રભુ મહાવીરના સંદેશ માટે ભારત સરકાર તરફથી દરેક સહકારની ખાત્રી આપી હતી.
આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજનું સ્વાગત કરતાં શાહ શ્રી શાંતિપ્રસાદજી જેને કહ્યું કે, જૈન સમાજનાં અહોભાગ્ય છે કે આટલી મોટી સંખ્યામાં ચારે ય સંપ્રદાયના સાધુ સાધ્વીઓ હાજર છે. આ શ્રમણ-ભગવંતે ઉપર જ જૈન સંસ્થાઓ ચાલે છે. આ વર્ગ જેન સમાજને પ્રેરણા કરે તે નક્કી જૈન સમાજની ઉન્નતિ થશે. મારી આ તકે વિનંતિ છે કે ભગવાન મહાવીરને સંઘ આજે વેર વિખેર બની ગયા છે. તેને એક બનાવવામાં સૌ શક્તિ કામે લગાડે. દિલ્હીના મેયરશ્રી કેદારનાથજી સાહનીએ દિલ્હીના નાગરિકે વતી આચાર્યશ્રીનું સ્વાગત કરતાં જણાવ્યું કે આજના સમયમાં રૂપિયાની બેલબાલા છે. તે માણસને માહિત કરે છે. પરંતુ આજે રાજધાની નિવાસીઓના અહેભાગ્ય છે કે અહીં એવાં સાધુ સાધ્વી પધાર્યા છે જેઓ પૈસાને અડકવામાં પણ પાપ સમજે છે. આ મહાન સાધુ સાધ્વીઓના ચાતુર્માસ રાજધાનીમાં થવાનાં છે. તેઓ આપણને સૌને નૈતિક અને ચારિત્રની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપશે. ભગવાન મહાવીરને અહિંસાને સંદેશ વિશ્વમાં પ્રસરાવવા પ્રયત્ન કરે જરૂરી છે.
છેવટે આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજે જણ_વ્યું કે, હાથ એક છે તેમાં નાની મોટી આંગળિયે પાંચ છે. કામના સમયે પાંચે આંગળિયેને એક થવું પડે છે. તે રીતે જનધર્મ એક છે, તેમાં સંપ્રદાયે છે પરંતુ ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણશતાબ્દિ પર જે કંઈ પણ કરવું હશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org