________________
જિનશાસનરાન
સુપ્રસિદ્ધ માસ્ટરબેન્ડ, બળદગાડીમાં ભગવાન મહાવીર સ્વામીને માટે ફેટો, તેની પછી કેસરિયા રંગમાં વચ્ચે પહેરેલી નાની બાલિકાઓ મહાવીરનાં સ્તવને અને જય બોલાવતી વ્રજ, લઈ ને ચાલતી હતી. તેની પાછળ સૌભાગ્યવતી બહેને શિરપર મેતીના શ્રીફળ અને કળશ લઈને લાઈનસર ચાલતી હતી. પછી આનંદબેન્ડ પાછળ પૂજ્ય આચાર્યશ્રી અને દરેક ફિરકાના શ્રમણ ભગવંત પૂ. આચાર્યશ્રી પ્રકાશચંદ્રસૂરીજી, આચાર્યશ્રી ઈદ્રદિન્નસૂરીજી, પૂ. મુનિશ્રી જનકવિજયજી ગણીવર્યના તથા આદર્શ ગુરુભક્ત મુનિશ્રી વલ્લભદત્ત વિજચક, તેમજ સ્વાગત સમિતિના સભ્ય, નિર્વાણ સમિતિના કાર્યકરે, તેમજ આગેવાને ચાલતા હતા. પછી જિયાબેન્ડ તેની પાછળ વિશ્વપ્રેમ પ્રચારિકા સાધ્વી શ્રી વિચક્ષણાશ્રીજી અને વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી આદિ દરેક સંપ્રદાયનાં સાધ્વીજીઓ, તેની પાછળ જૈન બહેને લઈનમાં જુદા જુદા રંગની સાડીઓમાં સુસજજ જયકાર બોલાવતી ચાલી રહી હતી. પછી વલ્લભબેન્ડ, તેની પાછળ કમશઃ શ્રી મહાવીર જૈન મહિલા સંઘ–ઉત્તર ભારત, જૈનમિત્રમંડળ મેરઠ, શ્રી આત્મવલ્લભ સંધ-આગ્રા, શ્રી સંઘ-સમના, શ્રી સંઘ–હાશિચારપુર, શ્રી સંઘ–પટ્ટી, શ્રી સંઘ-જમ્મુ, શ્રી કેચર મંડળી, બળદગાડીમાં શ્રી વિજયાનંદસૂરી મહારાજને મેટ ફેટ, શ્રી આત્માનંદ જૈન સભા-લુધિયાણું તથા તેનું બેન્ડ, તેની પાછળ નૃત્ય કરતાં બાળકો, મુંબઈની હારબંધ-શિસ્તબદ્ધ ચાલતાં હતાં. ગુરુભક્તિ અને ધર્મભક્તિથી ભાગીરથી–મેર વહીને સૌને અંતરને ગદ્ગદ્ બનાવતી હતી. આ સરઘસ ચાંદની ચેકમાં આવતાં વિમાન દ્વારા પુછપ અને સ્વાગતની પત્રિકાઓની વૃષ્ટિ કરવામાં આવી હતી. શીશગંજના ગુરુદ્વાર આગળ હજાર શીખાએ ગુરુનું અભિવાદન કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org