________________
* જિનશાસનરલ
૬પ વિચરી જૈનધર્મને જય જયકાર કરતાં ૮૩ વર્ષની ઉંમરે ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ રાષ્ટ્રીય સમિતિમાં ભાગ લેવા દિલ્હી પધારનાર હોઈ દિલ્હી પ્રદેશ સમિતિએ ભવ્ય રીતે સ્વાગત કરી પ્રવેશ કરાવ્યો. શેભાયાત્રા
રવિવાર તા. ૩૦-૬-૭૪ના રોજ સવારના ૭ વાગે હજારે ભાઈ-બહેનો સ્વાગત માટે નેશનલ કલબને મેદાનમાં (દિલ્હી રેલ્વે સ્ટેશન સામે) ઉમટી આવ્યા હતા. અહીં પૂ. આચાર્ય મહારાજ તથા વિદુષી સાધ્વી. શ્રી. વિચક્ષણાશ્રીજી તથા વિદુષી સાધ્વી શ્રી મૃગાવતી શ્રીજી આદિ શ્રમણસમુદાય પધારતાં જયનાદોથી આકાશ ગજાવી દીધું હતું.
શેભાયાત્રા ૭-૩૦ વાગે શરૂ થઈ અર્ચર મિશન રેડ, ફતેહપુરી, ચાંદની ચેક, થઈ ૯-૩૦ વાગતાં પ્રસિદ્ધ લાલ કિલ્લાના મેદાનમાં આવી હતી, જે સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. શેભાયાત્રાની વિશિષ્ટતા
જનજનમાં જયજય કાર ?
શોભાયાત્રા પૂર્વસંજિત અને ભક્તિરસથી ભરપૂર અને ખૂબ લાંબી હતી. આ શોભાયાત્રા પ્રસંગે બે માઈલના રસ્તા ઉપર સેનેરી–રૂપેરી ચંદનીએ બાંધી રસ્તે સજાવવામાં આવ્યું હતું. રાષભદેવ, શંકર, ભિક્ષુ મણિધારીજી, ગુરુનાનક આદિ ૧૧ વિભૂતિઓનાં નામ ૧૧ દરવાજા બનાવવામાં આવ્યા હતા અને મીઠા પાણીની પરબની ઠેર ઠેર વ્યવસ્થા રાખી હતી. - સરઘસમાં સૌથી આગળ હાથી ઉપર શરણાઈ મધુર સ્વરમાં ગુંજારવ કરી રહી હતી. એ પછી ૧૧ ઘોડા ઉપર ૧૧ યુવાને જેનધ્વજ લઈને હારબંધ ચાલતા હતા. દિલ્હીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org