________________
જિનશાસનરત્ન
૬૭
આખા રસ્તે અને બધી અટારીએ અને ખારીઓ, ઝરૂખા અને અગાશીઓમાંથી હજારે ભાઈ-બહેનેાએ શેાભાયાત્રાનાં દર્શન કર્યા હતાં. જેએએ આ શિસ્તબદ્ધ શૈભાયાત્રા નજરે નિહાળી તેઓને માટે એ સદાને માટે યાદ રહી જાય અને જીવનનો લ્હાવા હાય તેવા અદ્ભુત ભવ્ય રામાંચક પ્રસંગ હતા. આ શોભાયાત્રા દિલ્હીના ઇતિહાસમાં ચિરસ્મરણીય બની રહેશે. આ જૈન સંગઠન-એકતાના અનેાખા પ્રસંગ હતા, ભજન મડળીઓએ સમગ્ર વાતાવરણ મગળમય ભક્તિભાવ ભર્યું બનાવી દીધું હતું, આનંદની લ્હેર હેરાઈ રહી હતી.
મંદિરમાં દર્શીન કરી લાલકિલ્લાના શમિયાણામાં પધાર્યા હતા, લાલ કિલ્લામાં લલકાર....જૈનધર્મના જય જય કાર....!
શેશભાયાત્રા ૯-૩૦ વાગે લાલકિલ્લાના વિશાળ પટાંગણમાં સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી, ત્રીસ હજાર વ્યક્તિને સમાવતું આ મેદાન માનવમહેરામણને લઈ ને સાંકડું પડતું હાવાથી ઘણાને બહાર રહેવું પડ્યું હતુ.
વિશાળ મેદાનમાં હજારો માણસે બેસી શકે તેવી ગેાઠવણુ સાથે ત્રણ વ્યાસપીઠ ઊભી કરવામાં આવી હતી. એક મ'ચ ઉપર વિશ્વપ્રેમ પ્રચારિકા - સાધ્વીશ્રી વિચક્ષણાશ્રીજી, વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી, સાધ્વી શ્રી પ્રતિસુધાશ્રીજી, શ્રી કનકપ્રભાશ્રીજી, શ્રીમણિપ્રભાશ્રી આદિ દરેક સ`પ્રદાયના સાધ્વીજીએ બીરાજ્યા હતા. વચ્ચેના મંચ ઉપર પૂ. આચાર્ય શ્રી વિય સમુદ્રસૂરીજી મહારાજ, આચાર્ય ઈન્દ્રદિન્નસૂરીજી, આચાય શ્રી તુલસીજી, દ્વિગ'ખર સમાજના સુપ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી વિદ્યાનંદજી, વિશ્વ ધર્માંસંમેલનના પ્રેરક શ્રી સુશીલમુનિજી, શ્રી રાકેશ મુનિજી, આચાય પ્રકાશચંદ્ર સૂરીજી, શ્રી ગણિવર્ય શ્રી જનક વિજ્યજી, મુનિભૂષણ શ્રી વલ્લભદત્ત વિજયજી મુનિ
♦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org