________________
૩૦
રાજહૃદય ભાગ-૧૨
એટલે જે દિશામાં આત્મવીર્ય પ્રવર્તાવવું એટલે પુરુષાર્થ કરવો એ બહુ વિચાર કરીને પુરુષાર્થ કરવો. અને જે દિશામાંથી પુરુષાર્થને પાછો ખેંચી લેવો હોય તો પણ બહુ વિચાર કરીને કરવો. આવેશમાં આવીને કોઈ વાત છોડી દેવી, કે અહીં મારે પુરુષાર્થ ક૨વો જ નથી. એમ પણ નહિ. તેમ આવેશ આવીને ફલાણું કરી નાખું, એમ પણ નહિ. જ્યાં આત્મવીર્ય એટલે આત્મિક પુરુષાર્થ કરવો છે, જ્યાં પ્રવર્તાવવો છે અને જ્યાં સંકોચાવો છે ત્યાં પણ બહુ વિચાર કરીને પ્રવર્તવું ઘટે છે. એમનેમ આંધળુકિયા કરવા જઈશ તો ટકી શકીશ નહિ.
કેટલાક જીવો માનસિક દૃઢતાથી આજીવન પર્યંત ટકી શકે છે. નહિતર આમા કોઈ તર્ક કરે છે કે ઘણા કોઈ એવી દૃઢતાવાળા હોય છે કે આખી જિંદગી બરાબ૨ વ્રત, નિયમ, સંયમમાં બહુ સારી રીતે ટકે છે. એને કાંઈ લાભ થતો હશે કે નહિ થાય ? કે એને સંયોગિક દૃષ્ટિ છૂટી નથી. અસંગતત્ત્વની દૃષ્ટિ થઈ નથી. એટલે એના ફળમાં જે સંયોગો આવશે ત્યારે શેને લઈને આ મળ્યું છે એ તો એને ખબર નથી અને ખબર હશે તો પણ એના પરિણામ રહેશે નહિ. એ વળી પાછો તીવ્રપણે અશુભ પરિણામમાં આવ્યા વિના રહેશે નહિ. એટલે એ રીતે તો એણે કાંઈ વિચારીને કર્યું છે એમ કહી શકાય નહિ.
વિચારીને ક૨વાનો અભિપ્રાય એ છે કે જે કાંઈ કરવું છે એ એવા પ્રકારે ક૨વું છે કે પછી એ કર્યું ન કર્યું ન થાય અથવા શાશ્વત જેનો સંબંધ રહે એવું કરવું છે. અત્યારે કર્યું ને વળી ભૂંસાઈ જાય અને વળી એના એ દુઃખ ઉભા થાય ને વળી પાછા એ ભોગવાય એટલે વળી પાછા થોડા કાંઈક શુભ બાંધે અને વળી પાછા દુઃખમાં આવે. આ તે કાંઈ જિંદગી જીવવાની રીત નથી.
શુભેચ્છાસંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર.’ શુભેચ્છાસંપન્ન એટલે જેમને કાંઈક આત્મહિત કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ છે, પ્રાપ્ત થઈ છે, આત્મહિતની ભાવનામાં આવ્યા છે એને અહીંયાં શુભેચ્છાસંપન્ન એટલું સંબોધન કરે છે.
વિશેષ વિનંતિ કે, તમારું લખેલું પત્તું ૧પ્રાપ્ત થયું છે. તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે.’ એટલે એમણે એમ કહ્યું છે કે આપ ‘ભાવનગર’ પધારો. આમંત્રણ એમણે આપ્યું હશે. એના ઉ૫૨ ઉત્તર આપે છે, કે તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે.’ પોતાને જે વિચાર આવ્યા છે એ એમણે વ્યક્ત કર્યાં
છે.