________________
૭૨
રાજહૃદય ભાગ-૧૨
કીર્તિ, માન, સન્માન એનું પોતાનું જે સ્થાન, છાપ છે એ છાપને બીજાની નજરની અંદર વધારે ને વધારે સારી થાય, બીજાની નજરમાં મારું સ્થાન વધારે સારું ગણાય, લોકોની નજરમાં હું સારો ગણાઉ-આ લોકસંજ્ઞા આત્મસ્વરૂપનો નિર્ણય નહિ થવા દે.
મુમુક્ષુ :- સત્સંગમાં આવીને પણ આવી રીતે એના ભાવમાં રહ્યા કરે. પૂજ્ય ભાઈશ્રી :– એમાં શું થાય કે સત્સંગનું જે ટોળું હોય એમાં એને પાછી કે પોતાની છાપ (સારી રાખવી હોય) કે મને કોઈ ધર્માત્મા ગણે તો સારું, મને કોઈ ધર્મીજીવ ગણે તો સારું, મને કોઈ આત્માર્થી ગણે તો સારું, મને કોઈ વિદ્વાન ગણે તો સારું, મને કોઈ પંડિત સમજે તો સારું. એમ કાંઈ ને કાંઈ પોતાને વિષે જીવ કલ્પના કરે છે. એવી જે કલ્પના છે તે આત્મસ્વરૂપથી જુદી જાતની છે. આત્મસ્વરૂપ એવું નથી એવી એની કલ્પના છે. એ કલ્પનાની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી આત્મસ્વરૂપ ઓળખાય નહિ). કેમકે એમાં નજ૨ જ બીજા સામું રહે છે. મને લોકો આમ ગણે તો સારું. લોકોની નજરમાં હું આમ ગણાઉ છું એ વધારે સારી રીતે એમને એમ સ્થાન રહી જાય તો સારું. એથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરું તો સારું. એ જાતની આ જીવને જે લાલચ છે, જેમ પૈસાની લાલચવાળો પૈસા માટે પ્રવૃત્તિ કરે એમ આ માનની લાલચ છે એ માન માટે પ્રવૃત્તિ કરે છે.
હું નમ્ર દેખાવ તો સારું, લ્યો ચાલો. હું સરળ દેખાવ તો સારું. આ ગુણવાચક લોકસંજ્ઞા છે. કેટલી બધી છેતરામણી ચીજ છે ! લોકો મને નમ્ર સમજે તો સારું, લોકો મને સરળ સમજે તો સારું, લોકો મને ગુણવાન સમજે તો સારું, લોકો મને બહુ સમજદાર સમજે તો સારું, બુદ્ધિશાળી સમજે તો સારું. મારી સલાહ બધાને લેવા યોગ્ય છે એવી મારી છાપ હોય તો સારું. કોઈને કોઈ પ્રકારે બીજાની નજરમાં પોતાને નક્કી કરવો છે. આ લોકદૃષ્ટિ છે, લોકસંજ્ઞા છે. આ જીવને સ્વરૂપ નિર્ણય નહિ કરવા દે, સાચો નિર્ણય નહિ કરવા દે.
અસત્સંગમાં પોતે પ્રીતિ કરી કરીને કોઈ એક વ્યક્તિ, એક વ્યક્તિ કે વધારે વ્યક્તિઓ સાથે સંબંધ ક૨વા જાય છે એ અસત્સંગ છે. પોતાથી ગુણવાનનો સંગ કરવો તે સત્સંગ છે. અથવા પોતાની બરાબર કક્ષાના હોય પણ આત્મકલ્યાણની ભાવનાવાળા હોય અને ધ્યેયવાળા હોય એનો સંગ કરવો તે સત્સંગ છે. એ સિવાયનાનો સંગ ક૨વાનો અભિપ્રાય છોડી દેવો, સદંતર છોડી દેવો. ત્યાંથી અસત્સંગ શરૂ થાય છે. અને કોઈ અવગુણી જીવો, દોષ કરતા હોય, દેવ-ગુરુ-શાસ્ત્રની વિરાધના કરતા હોય, ખોટા રસ્તે ચાલતા હોય, પોતે પ્રરૂપણા કરતા હોય, એનો સંગ કરવાની