________________
૧૦૮
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી:-ઊંધુ જલે. મુમુક્ષુ –ઓલા ચેતી જાય પાછા. અને બરાબર છે એમ લાગે. પૂજ્ય ભાઈશ્રી:-પાછી અફવા તો ઉડાડી હતી કે પોતાને ૨૫મા તીર્થંકર મનાવે છે, કહેવરાવે છે. એ અફવા તો ચાલતી જ હતી.
મુમુક્ષુ :- આમાં Condition બહુ કડક મૂકી કે એવો લક્ષ ન થાય તો આત્મવિચારન ઊગે.
પૂજ્ય ભાઈશ્રી:- આત્મહિતનો એને વિચાર ઊગ્યો છે એ કક્ષામાં જીવ આવ્યો નથી, એમ કહે છે. આટલું પ્રત્યક્ષ સત્પષના યોગનું મહત્ત્વ જો સમજાય પછી આગળની કોઈ વાત છે. નહિતર એક ડગલું આગળ ચાલી શકાય એવું નથી. ભલે પોથી વાંચીને પંડિત થવાય પણ એક ડગલું આગળ થાય એવું નથી. હવે જો સમાગમની ઉપાસના, સમાગમ નહિ, સમાગમની ઉપાસના, કોઈ વાર આવે એમ નહિ, ઉપાસના છે. તો વિરુદ્ધ જાય એની શું દશા હોય? કહી દ્યો. વિરુદ્ધ વિકલ્પ ઊઠે એની શું દાહોય? એ વિચાર યોગ્ય છે.
મુમુક્ષુ-સવા પાંચ લીટીમાં નિભ્રાંત દર્શનની કેડી આખી આવી ગઈ.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ત્રણે પ્રકરણ આવી ગયા. નિશ્ચયનો વિષય લીધો. આત્મસ્વરૂપનો નિશ્ચય, મુમુક્ષુતા અને પ્રત્યક્ષ સત્પરુષના યોગનું મહત્ત્વ શું છે, એ ત્રણે વાત એની અંદર છે.
મુમુક્ષુ :- આ એક વાકય છે એ હજી બરાબર સમજાયું નથી. જેણે આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યું પહેલું મુખ્ય વાક્ય છે એ. તમે સમજાવો હવે.
પૂજ્ય ભાઈશ્રી – જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.” કેમકે આત્મામાં સર્વજ્ઞસ્વભાવ છે. જેણે સર્વજ્ઞસ્વભાવનો અનુભવ કરીને જાણ્યું, અનુભવજ્ઞાન કર્યું એને જગતના બધા પદાર્થોનું અભેદ જ્ઞાન તે વખતે થઈ ગયું. પ્રથમ નિર્વિકલ્પ શુદ્ધોપયોગના કાળમાં આત્મજ્ઞાન થયું, ત્યારે જ એને સર્વજ્ઞસ્વભાવનો અપરોક્ષ અનુભવ થયો. પ્રત્યક્ષ એટલે અપરોક્ષ અનુભવ થયો. ત્યાં પરોક્ષપણે જગતના સર્વ પદાર્થોનું અને જ્ઞાન થઈ ગયું.
પ્રયોજનભૂત જ્ઞાન તો એટલું જ છે કે સ્વ અને પરનો ભેદ પડે. મારી સાથે કોઈ પદાર્થને કાંઈ લેવા-દેવા નથી. મારા સિવાય સર્વ પદાર્થો મારાથી ભિન્ન છે, તે બધા પર છે. સ્વતે પર નથી અને પરતે સ્વ નથી. આમાં બધું જ્ઞાન આવી ગયું. પછી ક્યા પદાર્થ કેવા છે એનું પ્રયોજન નથી. ઘરમાં સંતાયેલો માણસ-ચોર પકડાઈ ગયો પછી એ કેવો